Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

નડિયાદની શુભમ હોસ્પિટલમાં રજીસ્ટર ન હોવાથી સોનોગ્રાફી મશીન સીલ કરાયું

નડિયાદ: ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નડિયાદ શહેરમાં આવેલી શુભમ્ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ફોર્મએફભર્યુ હોવાથી અને તેનું રજીસ્ટર પણ નિભાવ્યું હોઇ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.

ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પીએનડીટી એક્ટની અમલવારી અંતર્ગત નડિયાદના દેસાઇ વગામાં આવેલ ડો.ઉજ્જવલ શાહની શુભમ હોસ્પિટલ ખાતે તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ક્લીનીકમાં ગર્ભસ્થ શીશુનું લીંગ પરીક્ષણ કરવામાં આવતું નથી, મતલબનું બોર્ડ સરકારની ગાઇડલાઇન મુજબ હતું, અલગ અલગ સગર્ભા રજીસ્ટર નીભાવેલ હતું અને તા.19-3-2018 ના રોજ શુભમ હોસ્પિટલ ખાતે આવેલી એક દર્દીની સોનોગ્રાફી કરવામાં આવી હતી, પરંતુ સોનોગ્રાફી કરતા પહેલા તેની કોઇપણ જાતની સંમતિ લીધી હતી કે ફોર્મએફભરેલ હતું. હોસ્પિટલનું છેલ્લા બે વર્ષનું રેકર્ડ માંગતા માત્ર 3 ફોર્મએફરજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દવાખાનામાં તબીબે કરેલી સોનોગ્રાફીનું કોઇ રેકોર્ડ રજૂ કરી શકતા તેને સીલ કરી દેેવામાં આવ્યું હતું.

(6:28 pm IST)