Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અમદાવાદ: કાળઝાળ ગરમીથી વન્યજીવોને બચાવવા કાંકરિયા ઝૂમાં અપાય છે પ્રાણીને ગરમીથી રાહત

અમદાવાદ: ઉનાળો તેના આકરા હોવાના સંકેતો આપી રહ્યો છે. માણસ પરસેવે રેબઝેબ થઈ જાય છે, ત્યારે પંખા, એસીનો સહારો લે છે. પરંતુ આવી કાળઝાળ ગરમીમાં પાલતું પ્રાણ અને વન્ય જીવોનું રહેવું મુશ્કેલ બની જાય છે. ત્યારે અમદાવાદ કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ જેવા વન્ય પ્રાણીઓને ગરમીથી રાહત અપાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આજે વિશ્વ વન દિવસ છે ત્યારે અમે કાંકરિયા ઝૂમાં રાખવામાં આવેલા વન્ય પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે ઝૂ દ્વારા કરવામાં આવતી વ્યવસ્થાથી અવગત કરાવીશું.

જંગલના રાજા સિંહ, વાઘ સહિત વન્ય પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે પ્રાણી સંગ્રહાયના સત્તાધીશો દ્વારા રોજિંદા ધોરણે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. માટે એક વ્યક્તિની ખાસ નિમણુંક પણ કરાઈ છે. ઝૂમાં વાધ અને સિંહના પાંજરામાં અંદર કૂડા પણ ભરી રાખવામાં આવ્યા છે જેથી કરીને તે પાણી પી શકે અને તેમાં બેસીને રાહત મેળવી શકે.

(6:27 pm IST)