Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં બે વિદ્યાર્થી સંગઠન વચ્ચે હાથાપાઈમાં બેને ઇજા

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેક્નિક ફેકલ્ટીમાં એન.એસ.યુ.આઈ તેમજ વિદ્યાર્થી વિકાસ સંઘ વચ્ચે આજે બીજા દિવસે પણ અથડામણ સર્જાઈ હતી. જેમાં વીવીએસના બે સ્ટુડન્ટ્સને ઇજા પહોંચી હતી. અથડામણના કારણે પોલિટેક્નિક કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ગઇકાલે પણ બંને જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એન.એસ.યુ.આઈના પોલીટેક્નિકના એફ.જી.એસને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના પોલિટેક્નિક ફેકલ્ટીમાં સતત બીજા દિવસે પણ એન.એસ.યુ.આઈ અને વિદ્યાર્થી વિકાસ સંઘના વિદ્યાર્થીઓ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વીવીએસના બે સ્ટુડન્ટ ઇજાગ્રસ્ત થયા હતા. ગઇકાલે પણ બંને જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ બંને જૂથના વિદ્યાર્થીઓએ મારામારી શરૂ કરી દેતા પોલિટેક્નિકના કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. મારામારીની ઘટનામાં પોલીટેક્નિકના એફ.જી.એસ અમર વાઘેલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. થોડા સમયમાં વિજિલન્સે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

(6:27 pm IST)