Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કુડાસણમાં ફૂટપાથની કામગીરી પુરી ન થતા રહીશો હેરાન પરેશાન

કુડાસણ:માં આવેલાં રહેણાંક વિસ્તારના લોકોને અવર જવરમાં સરળતાં મળી શકે તે માટે તંત્ર દ્વારા ફુટપાથ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત ખોડા ખોદવામાં આવ્યા પરંતુ તેનું પુરાણ કરવામાં નહીં આવતાં રહિશો પણ હેરાન પરેશાન થઇ ગયાં છે.
શહેર પાસે આવેલા કુડાસણ વિસ્તારમાં અસંખ્ય રહેણાંકની સ્કીમો આવેલી છે. જ્યાં આગળ મોટી સંખ્યામાં ઘણા પરિવારો વસવાટ કરી રહ્યાં છે ત્યારે માર્ગોની આસપાસ અવર જવર કરવામાં પરિવારોને સરળતાં મળી શકે તે માટે તંત્ર દ્વારા થોડા સમય અગાઉ ફુટપાથ બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી. જેના ભાગરૃપે વિસ્તારમાં આવેલાં સુયશ એલીગન્સ આગળ પણ ફુટપાથની કામગીરી અંતર્ગત તંત્ર દ્વારા ખાડા ખોદીને કામ શરૃ કરી દેવામાં આવ્યું હતું.
પરંતુ કયાં કારણોસર કામગીરી પુર્ણ નહીં થઇ શકતાં હાલમાં ફુટપાથની જગ્યાએ ઠેર ઠેર ખાડા નજરે પડી રહ્યાં છે. તંત્ર દ્વારા નિયતસમયમાં કામગીરી પુર્ણ કરવાની હોય તો ખાડા ખોદવાની ક્યાં જરૃરીયાત છે? ત્યારે કામગીરી ઠપ્પ થઇ જતાં સ્થાનિક રહિશોને અવર જવરમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સત્વરે કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

(6:27 pm IST)