Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

આણંદમાં સાંજના સુમારે લુંટારૂઓ ખેડૂતના હાથમાંથી 98 હજારની લૂંટ ચલાવી ગૂમ

આણંદ:માં ગઈકાલે સમી સાંજના સુમારે વ્યાયામશાળા રોડ, ઋતુ આઈસ્ક્રીમ અને ગ્રીડ ચોકડીએ મહિલાના ગળામાંથી સોનાના દોરાની થેયલી લૂંટોની હજી તો પોલીસ મથકે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ઘરાય છે ત્યાં તો હાર્દસમા એવા અમૂલ ડેરી રોડ ઉપર સ્પોર્ટ્સ બાઈક પર આવી ચઢેલા બે લૂંટારાઓ સંજાયાના ખેડૂત પાસેથી ૯૮ હજાર તથા બેંકની ચેકબુકો, પાસબુકો વગેરે મુકેલ થેલીની લૂંટ કરીને ફરાર થઈ જતાં સનસનાટી મચી જવા પામી છે. અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ તાલુકા સંજાયા ગામના ટેમલીપુરા ખાતે રહેતા ખેડૂત ભયલાલભાઈ શનાભાઈ પરમાર આજે બેંકમાંથી પૈસા ઉપાડવાના હોય તેમજ લાઈટ બીલ ભરવાનું હોય સવારના ૧૦.૩૦ કલાકે સંજાયાથી બસમાં સવાર થઈને આણંદના ટાઉનહોલ પાસે આવ્યા હતા. ત્યાંથી ગ્રીડ ચોકડીએ આવેલી જીઈબીની ઓફિસે જઈને લાઈટ બીલ ભર્યા બાદ રીક્ષામાં આણંદના રેલવે સ્ટેશને આવ્યા હતા અને ત્યાથી ચાલતા-ચાલતા અમૂલ ડેરી રોડ ઉપર આવેલી એક્સીસ બેંકમાં ગયા હતા જ્યાં પોતાના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. કેશિયરે હજારની નોટોનું બંડલ આપતા તેઓએ એક બે હજારની નોટ તેમાંથી કાઢીને ખીસ્સામાં મુકી હતી અને બાકીના ૯૮ હજાર પાસબુક, ચેકબુકો વગેરે મુકેલ થેલીમાં મુક્યા હતા અને બેકમાંથી નીકળીને ખરીદી કરવાની હોય અમૂલની દુકાને ચાલતા-ચાલતા જતા હતા ત્યારે ૧૨.૧૫ કલાકે એકદમ સ્પોર્ટ્સ બાઈક પર બે શખ્સો આવી ચઢ્યા હતા અને તેઓ કાંઈ સમજે તે પહેલાં તો પાછળ બેઠેલા શખ્સે તેમની પાસેથી ૯૮ હજાર ભરેલી થેલી આંચકીને લૂંટ કરી ગુરૂદ્વારા સર્કલ તરફ ભાગ્યા હતા.

ભયલાલભાઈએ બૂમાબૂમ કરતાં રાહદારીઓ તેમજ દુકાનદારો એકત્ર થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી ચઢી હતી અને શહેરમાં પ્રવેશવાના તેમજ નીકળવાના રસ્તાઓ ઉપર તપાસ હાથ ઘરી હતી. જો કે કોઈ મોડીરાત સુધી લૂંટારાઓ સુધી દોરી જાય તેવું કોઈ પગેરું પોલીસને મળ્યુ નથી. અંગે શહેર પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યો હતો.

(6:25 pm IST)