Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

નડીયાદના સલુણની પ્રાથમિક શાળામાંથી તસ્કરો કોમ્પ્યુટર ચોરી છનનન....

નડિયાદ:તાલુકાના સલુણ પ્રાથમિક કન્યા શાળાના લેબ રૂમમાંથી કોઈ તસ્કરો એલસીડી તથા મોનીટર મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦ની મતા ચોરી ગયા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના સલુણ ગામે પ્રાથમિક કન્યાશાળા આવેલ છે. ગત તા.૧૬-૩-૧૮ની સાંજથી તા. ૧૯-૩-૧૮ના સમય દરમિયાન કોેઈ તસ્કરો કન્યા શાળાના લેબ રૂમનું તાળું આરી જેવા હથિયારથી કાપી અંદર પ્રવેશ્યા હતા. આ તસ્કરો એલસીડી રૂપિયા ૧૫,૦૦૦ તથા મોનીટર રૂપિયા ૩૦,૦૦૦નું મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦ની મતા ચોરી ગયા હતા. આ બનાવ અંગે દિિક્ષતકુમાર ડાહ્યાભાઈ રાવલની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:25 pm IST)
  • આજે ગણિતની પરીક્ષા હતી. બીજા સ્ટુડન્ટનીની જેમ અંધજન સ્કૂલના સ્ટુડન્ટ વિઘ્નેશ પાઠકે પણ ગણીતના દાખલા ઉકેલ્યા હતાં. જો કે વિઘ્નેશ બીજા સ્ટુડન્ટ કરતાં જુદો પડે છે કેમ કે એમણે ક્યારેય આંકડાઓ જોયા જ નથી, માત્ર અનુભવ્યા છે. વિઘ્નેશ સંપૂર્ણ અંઘ છે, બ્રેઇલ લીપીથી દાખલાઓ ગણીને બોર્ડની પરીક્ષા આપી હતી. જેથી આવી ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર બની છે. access_time 1:49 am IST

  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • સિંગર અલકા યાજ્ઞિક આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. અલકાનો જન્મ કલકત્તાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. અલકાએ પોતાના માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. અલકાએ 1989માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી, પણ પોતાના કામને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. access_time 1:49 am IST