Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સેવાલિયા-ગોધરા રોડ પર ડમ્પરે રાહદારીને હડફેટે લેતા ઈજાગ્રસ્ત

સેવાલિયા:સેવાલિયા-ગોધરા હાઈવે ઉપર ગઈકાલે સાંજે માતેલા સાંઢ જેવા ડમ્ફરે રાહદારીને ટક્કર મારતા ઈજા થઈ હતી. બનાવ અંગે મહેશભાઈ મનહરભાઈ સુથારની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે ડમ્ફર ચાલક સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ સેવાલિયામાં રહેતા મહેશભાઈ મનહરભાઈ સુથાર ગત તા.૧૮--૧૮ની સાંજે સેવાલિયા-ગોધરા હાઈવે હોટલ આગળથી ચાલતા જતા હતા. ત્યારે પૂરઝડપે આવેલ માતેલા સાંઢ સમા ડમ્ફર નં. આરજે-૧૪ જીજે-૩૨૮૬ પાછળથી ટક્કર મારતા મહેશભાઈ સુથાર (ઉં..૫૬)ને રોડ પર પડી જતાં ઈજા થઈ હતી.

(6:25 pm IST)