Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

નડિયાદમાં ધોળા દિવસે તસ્કરોએ બંધ ઘરનું તાળું તોડી મતા ચોરી રફુચક્કર

નડિયાદ:માં ચોરીની ઘટનાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. સામાન્ય રીતે રાત્રિના સમયે ચોરીની ઘટનાને અંજામ આપતા ચોરોએ હવે ધોળા દિવસે ચોરી કરવાનું શરૂ કર્યુ છે. જેમાં નડિયાદના પોશ વિસ્તાર ગણાતા વાણીયાવડ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ફ્લેટમાં પાચમાં માળે રહેતા ૬૨ વર્ષીય મહિલા ઘરને તાળુ મારી બહેનપણીઓ સાથે પાર્કીગમાં બેઠા હતા. તે સમયે ફ્લેટમાં ચઢેલા બે ચોરો બંધ ઘરનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતા અને માત્ર ૧૦ મિનિટમાં સમગ્ર ઘટનાને અંજામ આપી છુમંતર થઇ ગયા હતા. પોલીસે ફ્લેટના સીસીટીવી ફુટેજ મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદમાં ચોરીની વધતી જતી ઘટનાઓમાં તસ્કરો હવે પોલીસને પડકાર ફેંકી રહ્યાનું લાગી રહ્યું છે. વાણિયાવડ વિસ્તારમાં આવેલ જલસાગર એપાર્ટમેન્ટના બ્લોકમાં પાંચમા માળે ફલેટ નં.૪૦૪માં ૬ર વર્ષીય રંજનબેન રહે છે. આજે સવારે ૧૧.૧૦ના સુમારે રંજનબેન ઘરને તાળુ મારીને ફલેટમાં નીચે પાર્કિગમાં બહેનપણીઓ સાથે બેસવા ગયા હતા.
દરમ્યાન સમયે બે યુવાનો ફલેટમાં ચઢયા હતા અને થોડીવારમાં પરત ચાલ્યા ગયા હતા. દરમ્યાન રંજનબેન પરીખ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે સ્થિતિ જોઇને તેમના હોશ ઉડી ગયા હતા. ૧૧.૧૦થી ૧૧.૩૦ના સમયગાળામાં અજાણ્યા તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને ચોરીને ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને પ્રવેશેલા તસ્કરોએ બેડરૂમના કબાટ ખોલીને રોકડા રૂ. ૧પ હજાર સહિત કેટલાક નકલી ઘરેણાં લઇને છૂમંતર થઇ ગયા હતા. ઘરમાં ચોરી થયાનું જોતાં રંજનબેને આસપાસના પાડોશીઓને જાણ કરી હતી. જેથી ફલેટવાસીઓ એકઠાં થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોેચેલી પોલીસે ફલેટના સીસીટીવી ફુટેજ મેળવીને કાયદેસર કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે. ૧૧.૧૦ થી ૧૧.૩૦ વચ્ચેના સમયગાળામાં કોઇ અજાણ્યા તસ્કરો તેમના ઘરમાં ઘુસી ધોરા દહાડે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરના મુખ્ય દરવાજનો નકુચો તોડી ઘરમાં પ્રવેસેલા તસ્કરો બેડરૂમમાં કબાટો ખોલી તેમાંથી ચોરી કરી હતી. કબાટમાં મુકેલા રોકડા રૂપીયા ૧૫ હજાર તેમજ કેટલાક નકલી ઘરેણા લઇ તસ્કરો છુ મંતર થઇગયા હતા. ઘરમાં ચોરી થઇ હોવાનું જાણતા રંજનબેને આસપાસના પડોસીઓને જાણ કરતા સમગ્ર ફ્લેટના લોકો ભેગા થઇગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જે બાદ સ્થળ પર પહોચેલી પોલીસે ફ્લેટના સીસીટીવી ફુટેજ મેળવી કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી. જોકે મોડી રાત્રી સુધી મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું પીએસઓએ જણાવ્યું હતું.

(6:24 pm IST)