Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

નર્મદા ડુબાણમાં ગયેલુ પ્રાચીન હાફેશ્વર મંદિર એક સપ્તાહમાં બહાર આવશે

વડોદરા : કવાંટ તાલુકના હાફેશ્વરનું પૌરાણિક મંદિર ૧૮ વર્ષે પાણીની બહાર આવ્યુ છે. નર્મદા ડેમ બન્યા પછી ડૂબાણમાં ગયેલા ગામને પગલે આખુ મંદિર ડૂબી ગયુ હતું. આ વર્ષે આશરે ૧૮ વર્ષ બાદ આ સીઝનમાં હજી એક મહિના પહેલા તો મંદિરની ટોચ કે ધજા પણ દેખાતી ન હતી. હવે આખો મુખ્ય ગુંબજ ખુલ્લો થયો છે તો, મંદિર ગર્ભગૃહની બાજુના બે મંજલી મકાનમાંથી એક મંજલ આખો જ ખુલ્લો થઈ ગયો છે. નર્મદા સરોવરની ઘટતી સપાટીનું માપ કાઢવા હાફેશ્વર પાસેનો સ્પોટ પણ લોકો માટે મહત્વનું પરિણામ બની ગયુ છે. અત્રે પાણી ઘટતા હાફેશ્વર મંદિર પહોંચવા બોટીંગ પણ વિકસ્યુ છે. હવે હાફેશ્વર મંદિર પરીસરના નાના ગુંબજ પણ આખા ખુલ્લા થઈ ગયા છે. ફકત આઠ ફૂટ જળ સપાટી જમીનથી ઉંચી હોવાનું મનાય છે. પાછલા દસ દિવસમાં ૮ ફૂટ પાણી સપાટી ઘટી છે.

(4:05 pm IST)