Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

બિગ બઝારમાં ૨૩મીથી ''ફ્રી શોપીંગ વિકએન્ડ'' કેશબેકની ખાસ ઓફર

અમદાવાદઃ ફયુચર ગ્રુપના અગ્રણી હાઈપર માર્કેટ ચેઈન પૈકીનું એક બિગબજાર ૨૩ થી ૨૮ માર્ચ સુધી સૌપ્રથમ વખત ફ્રી શોપિંગ વીકેન્ડના ૩ દિવસની જાહેરાત કરી છે. બિગબજારનો ફ્રી શોપિંગ વીકેન્ડ દેશના ૨૫૦ થી વધુ સ્ટોર્સમાં યોજાશે.

ગ્રાહકો રૂ.૨૦૦૦ની ખરીદી કરીને રૂ.૧૦૦૦ના એપરેલ વાઉચર્સ, રૂ.૫૦૦ના કિચન વાઉચર્સ તથા રૂ.૫૦૦ના કરિયાણાની ચીજવસ્તુઓના વાઉચર્સ પરત મેળવી શકશે. આ સાથે અન્ય એક ઓફર ઉમેશતાં, તમામ નવા કયુચર પે (ઈ- વોલેટ) વપરાશકર્તાઓ રૂ.૫૦૦નું કેશબેક મેળવી શકશે. જે માત્ર રૂ.૨૦૦૦ કે તેથી વધુની ખરીદી પર માન્ય છે. ફ્રી શોપિંગ પીકેન્ડ પ્રોડકટ્સની વિશાળ શ્રેણી જેવી કે સ્ટેપલ્ફા, ફુડ, મસાલા, ચા, પીણાં, એપરલ, ફુટવેર, હોમકેર પ્રોડકટ્સ, હોમ ફેશન, કીચનવેર અને અન્ય વધુ પર શ્રેષ્ઠ ઓફર આપશે.

(4:03 pm IST)