Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

દારૂબંધી કાગળ પરઃ બે વર્ષમાં ૩ લાખ લીટર દેશી અને ૯૦ લાખ બોટલ વિદેશી દારૂ પકડાયો

થોડી સી પી શરાબ, થોડી ઉછાલ દી, કુછ ઇસ તરહ સે હમને જવાની નિકાલ દી! : રોજના સરેરાશ ૧પ વાહનો દારૂની હેરાફેરીમાં પકડાય છેઃ ગૃહમાં સરકારે આપેલ માહિતી

 ગાંધીનગર, તા., ૨૧:  ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં ગૃહમંત્રીએ દેશી અને વિદેશી દારૂ પકડાયા અંગે આપેલા આંકડા ચોંકાવનારા છે.

છેલ્લા બે વર્ષમાં રાજયના ૩૧ જીલ્લાઓમાંથી ૧૬૦૩૩ વાહનો દારૂ ભરેલા પકડાયા છે. તે સરેરાશ રોજના ૧પ વાહનો પકડાતા હોવાનું ગણીત મંડાય છે.

બે વર્ષમાં આ વાહનોમાંથી ૩૧૩૬૪ર લીટર દેશી દારૂ, ૯૦, રર,૪૦૮ બોટલ વિદેશી દારૂ તેમજ બિયરની ર૦,ર૯,૯૦૮ બોટલ પકડાઇ છે.

દ્યપકડાયેલા દારૂની કુલ કિંમત ૧૪૭ કરોડ અને ૭૮ લાખ રૂપીયા થાય છે.

રાજકોટમાં બે વર્ષમાં રપ૦૦ર લીટર દેશી દારૂ પકડાયેલ. જયારે ૧,૬૭,૪૭૩ વિદેશી દારૂની બોટલ પકડાયેલ. ૧૧ર૪ વાહનો પકડાયા હતા. ગાંધીના ગુજરાતમાં સતાવાર રીતે દારૂબંધી છે. પરંતુ સરકારે આપેલા સતાવાર આંકડાઓ જોતા દારૂબંધી માત્ર કાગળ પર હોય એવું દેખાય છે.

(3:54 pm IST)