Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

રાજયની ૧૩૦૦ કોર્ટ સંકુલને પાણી બચાવવા હાઇકોર્ટની સુચનાઃ રજીસ્ટર જનરલે પરિપત્ર બહાર પાડયો

 

અમદાવાદ તા. ર૧ :.. જળ એ જ જીવન છે, અને જળ બચાવવાની ઝૂંબેશને તમામ સ્તરે સફળતા મળી રહી છે. આ તબકકે પાણી અને વિજળી બચાવવા માટે ગુજરાત હાઇકોર્ટ રજિસ્ટ્રાર દ્વારા પણ રાજયની તમામ અદાલતોને એક પરિપત્ર દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે તેઓ પાણી અને વિજળીનો બચાવ કરે. તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવે. રાજયભરની તમામ સીવીલ કોર્ટ, ક્રિમીનલ કોર્ટ, રેવન્યુ કોર્ટ, ફેમીલી કોર્ટ, લેબર કોર્ટ, સહિત અન્ય તમામ અદાલતોને પાણી અને વિજળી બચાવવા માટે સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે.રાજયભરના ૧૩૦૦ થી વધારે કોર્ટ સંકુલમાં આ આદેશનું પાલન કરવા માટે રજિસ્ટ્રાર જનરલ પી. આર. પટેલે એક પરિપત્ર દ્વારા સ્પષ્ટ સુચના આપી છે.

પાણી બચાવવા માટે કરાયેલાં સુચનો

 પાણીના નળનું નિયમિત ચેકીંગ કરો અને ટપકતા નળ તત્કાલી બદલી નાખો.

 હાથ ધોયા બાદ પાણીનો નળ બંધ કરવા માટે સ્પષ્ટ સુચનાઓ આપતા સાઇન બોર્ડ મુકવામાં આવે.

 પાણીના સંગ્રહ માટે શિક્ષણ આપો, તમામ સંકળાયેલા લોકોને એ બાબતની જાણ કરો કે આ સંસ્થા પાણીની બચત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરે છે, તેથી તેને અનુલક્ષીને વિશેષ પોલીસી પણ બનાવવામાં આવે.

 આરઓ વોટર પ્યુરિફાયરના પાણીનો પુનઃ ઉપયોગ કરોઃ આરઓ દ્વારા ૧ લીટર પાણી પ્યુરિફાય થયા બાદ ૩ લીટર જેટલા પાણીનો બગાડ થાય છે. ત્યારે તેથી આ પાણીનો પુનઃ ઉપયોગ થાય તેવી પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. તે પાણીનો ઉપયોગ ગાર્ડનિંગ માટે કે શૌચાલયના ઉપયોગમાં લઇ શકાય છે.

 સ્માર્ટ વોટરિંગ : ગાર્ડનમાં પાણીનો છંટકાવ સવારે થાય તે ધ્યાને લો, જેથી પાણી બાષ્પીભવન થવાને બદલે તે જમીનમાં ઉતરે, ડીપ ઇરિગેશન પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.

 લો ફલશ ટોઇલેટનો ઉપયોગ કરોઃ પાણીના બચાવ માટે શૌચાલયોમાં પણ લો ફલશ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે.

વિજળી બચાવો

 ઉપયોગમાં ન હોય ત્યારે લાઇટ અને ઇલેકટ્રીક ઉપરકરણોને બંધ કરી દો.

 એલઇડી લાઇટનો ઉપયોગ કરો. તેની આવરદા સીએફએસએલ. કરતા ર.પ ગણી અને સામાન્ય લાઇટ કરતા રપ ગણી વધારે હોય છે.

 સોલર પેનલનો મહત્તમ ઉપયોગ કરો, સૂર્ય ઊર્જા સૌથી મહત્વની છે તેનો મહત્તમ ઉપયોગ કરવો.

 લાઇટની નિયમીત સાફ-સફાઇ કરવામાં આવે.

 જુના નકામા થઇ ગયેલા ઉપકરોણને બદલીને વિજળીનો ઓછો ઉપયોગ કરે તેવા ઉપકરણો વસાવો.

 કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરો.

(11:47 am IST)