Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ધોલેરાના મૂડી ગામે પરણિતાનો ઝેરી દવા ગટગટાવી આપઘાત:સાસરીમા ગમતું ન હોવાથી જીવન ટૂંકાવ્યું

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધંધુકા લવાયો :મૃત્યુના કારણોની ઊંડી તપાસ

ધોલેરા તાલુકાના મુડી ગામે પરણિતાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે પોલીસે અકસ્માત મૃત્યુ નો ગુનો નોંધી મૃત્યુના કારણોની તપાસ હાથ ધરી છે.

   આ અંગે મળતી વિગત મુજબ ધોલેરાના મુંડી ગામે રહેતા દલસુખભાઇ ડાભી(ઉ.વ.૨૮) ના પત્નિ મમતાબેન (ઉ.વ.૨૫) ના લગ્ન બાદ મમતાબેનને સાસરીયામાં ગમતુ ન હોવાથી તા.૨૦ ના રોજ ઘરમાં જ ઝેરી દવા પી લીધી હતી.રૃમમાં એકલા ઘણો સમય થવાથી પરિવારજનોએ તપાસ કરતા દવા પીધેલી હાલતમાં મમતાબેન મળી આવ્યા હતા.સમગ્ર ઘટનાને લઇ ૧૦૮ ને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી હતી.પરંતુ દવાનુ ઝેર તીવ્ર હોવાથી પરણિતાનુ મોત થયુ હતુ.

   આ બાબતે પરણિતાના પતિ દલસુખભાઇએ ધોલેરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધંધુકા લાવી હતી.પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.નાનકડા લગ્નજીવનનો કરૃણ અંત આવતા મુંડી ગામમાં શોક છવાયો હતો.આ બાબતે પોલીસ મૃત્યુના કારણોની ઉંડી તપાસ ચલાવી રહી છે.

(9:37 am IST)