Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

રાજ્યના 31 જિલ્લામાં 2754 ગામડા ગૌચર વિહોણા :બે વર્ષમાં 129 ગામડામાંથી ગૌચર ગાયબ

સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 318 ગામડામાં ગૌચર જ નથી :સરકારે કર્યો ખુલાસો

ગાંધીનગર ;રાજ્યમાં ગૌચરની જમીન ઘટવા લાગી છે રાજ્યની ગૌચર જમીનોની લાખો હેકટર જમીનમાં દબાણ પણ ખડકાયું છે ત્યારે રાજ્યમાં બે વર્ષમાં 129 ગામડામાં ગૌચર ગાયબ થયા છે તેવો ખુલાશો પણ વિધાનસભાના પ્રશ્નોતરી દરમિયાન થયો છે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે ખુલાસો કર્યો કે બે વર્ષમાં 129 ગામડામાં ગૌચર ઓછા થયા છે. સૌથી વધારે છોટાઉદેપુર જિલ્લામાં 318 ગામડાં ગૌચર વગરના છે. આમ રાજ્યમાં 31 જિલ્લામાં 2754 ગામડાં ગૌચર વગરનાં છે. 2015માં ગૌરચ વગરના 2625 ગામડાં હતા જે બે વર્ષમાં વઘીને 2754 થયાં  છે .

(10:14 pm IST)