Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અંક્લેશ્વરમાં વિકી નામના બાળકનું અપહરણ કરી હત્યા કર્યાનું ખુલ્યું :અપહૃત મોહિત ચુંગાલમાંથી ભાગી છૂટતા ભાંડો ફૂટ્યો

માતૃત્વના મોહમાં રશિદામુન્સી પાગલ :છ વર્ષના મોહિત શનકી મહિલાના ચુંગાલમાંથી ભાગી જવામાં સફળ

 

અંકલેશ્વરમાં એક મહિલાએ 6 વર્ષનાં બાળક મોહિતનું અપહરણ કર્યું હતું અને તેને મહિના સુધી ગોધી રાખ્યો હતો. પણ મોહિત પાસવાન નામનો બાળક શનકી મહિલાનાં ચુંગલમાંથી છુટીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.મોહિત ભાગી જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો મહિલાએ પહેલાં પણ વધુ એક બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું હતું.

    શનકી મહિલાએ વીકી નામનાં બાળકનું અપહરણ માર્ચ 2017માં કર્યુ હોવાનું તેણે કબુલ્યું છે. વીકીને મહિલાએ મહિના સુધી કેદમાં રાખ્યો બાદમાં તેની હત્યા કરી લાશ ઘરનાં વાડામાં દાટી દીધી હતી. આરોપી મહિલાનું નામ રશિદામુંશી છે. બાળકનું કંકાલ શોધી કઢાયું હતું.

  વિશે અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં પીઆઇ જે જી અમીનનું કહેવું છે કે, માતૃત્વનાં મોહમાં રશિદાપાગલ થઇ ગઇ છે. અને તેણે એક બાળકનું અપહરણ કરીને તેનો જીવ લઇ લીધો છે. જ્યારે એક બાળકનું અપહરણ કર્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.

(10:57 pm IST)