Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સુરતની 20 કરોડની લૂંટની તપાસમાં વરાછાની 14 લાખના હીરાની લૂંટનો ભેદ પણ ઉકેલાઈ ગ્યો

અમૃત મગન આંગડિયા પેઢીના ડિલિવરીમેન પાસે આરોપીઓએ 14 લાખના હીરાની લૂંટ કરાવી હતી

સુરતમાં 20 કરોડના હીરાની લૂંટની તપાસ દરમિયાન વરાછાની 14 લાખના હીરાની લૂંટનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે રૂપિયા 20 કરોડના હીરાની લૂંટ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ બાદ અન્ય આરોપીઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે સુરત પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ છે વરાછામાં પ્રિન્સેસ પ્લાઝામાં લૂંટનો આરોપી અરવિંદ પાંડેની ઓફિસમાંથી પોલીસને નકલી અને અસલી હીરા મળી આવ્યા.વરાછાના આંગડિયા લૂંટ કેસના હીરા પણ પોલીસે કબજે લીધા છે.

 

 આરોપી અરવિંદ ઓફિસમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ ઈલાઈટ ફાઉન્ડેશન ટ્રેનિંગ સેન્ટર નામથી એનજીઓ ચલાવતો હતો.પોલીસે ઓફિસમાંથી સરકારની વિવિધ યોજનાઓના સાહિત્ય કબજે કર્યા છે. અરવિંદની તપાસ દરમિયાન વરાછાં ચૌદ લાખના હીરાની લૂંટનો પણ ભેદ ઉકેલાયો હતો અમૃત મગન આંગડિયા પેઢીના ડિલિવરીમેન પાસે આરોપીઓએ 14 લાખના હીરાની લૂંટ કરાવી હતી.

(10:58 pm IST)