Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

કડી નજીક થોળ રોડ પર બાઈક સવાર યુવાનોને આંતરીને ચાર બુકાનીધારીઓ 36 લાખની રોકડનો થેલો ઝૂંટવી ફરાર

કપાસની દલાલી કરતા યુવકોને ઇકો ગાડીની ટક્કર મારી તલવાર સાથે ઉતરી થેલો ઝૂંટવી નાશી ગયા ;વેપારીઓમાં ફફડાટ

મહેસાણાના કડીના બોરીસણા ગામે આવેલી અક્ષીતા કોટન ઈન્ડસ્ટ્રીઝમાંથી કપાસની દલાલી કરતા બે યુવકો બાઈક પર થેલામાં મુકેલ 36 લાખની રોકડ લઈને કડી આવતા હતા. ત્યારે થોળ રોડ પર કેનાલના બ્રિજ પર ઈકો ગાડીમાં આવેલા ચાર બુકાનીધારી શખસોએ બાઈકને ટક્કર મારી અને ગાડીમાંથી તલવાર સાથે નીચે ઉતરેલા ત્રણ શખસો 36 લાખ ભરેલો થેલો ઝુંટવી ફરાર થઈ ગાય હતા. આ ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ ના પગલે તપાસનો ધમધમાટ શરુ થયો છે ડી.આઈ.જી સહિતના ઉચ્ચ અધિકારીઓ કડી દોડી આવ્યા હતા

  આ અંગે વધુ મળતી વિગત મુજબ કડી હાઈવે પર સ્વસ્તિક ચેમ્બરમાં આવેલ દેવીકૃપા બ્રોકર્સના પરેશ બાપુએ કડી-થોળ રોડ પર બોરીસણા ગામની સીમમાં આવેલી અક્ષીતા કોટન ઈન્ડસ્ટ્રીઝમાં કપાસ વેચ્યો હતો અને સાંજે કપાસની ગાડીનું પેમેન્ટ લેવા માટે દેવીકૃપા બ્રોકર્સના બે કર્મીઓ નામે જતીન જ્યોતિન્દ્ર ભાઈ પટેલ અને ધર્મેન્દ્ર ભાયચંદભાઈ પટેલ બાઇક લઈને પેમેન્ટ લેવા ગયા હતા. કોટન ઈન્ડસ્ટ્રીઝમાંથી સાંજના ૬ વાગે જતીન અને ધર્મેન્દ્ર એક ખાખી થેલામાં 36,34,000 ભરીને બીજો કાળો થેલો ખાલી લઈ બાઈક પર ઓફિસે આવવા નીકળ્યા હતા તેઓ કડી-થોળ રોડ પર સિદ્ધેશ્વરી માતાજી મંદિર નજીક કેનાલના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સફેદ રંગની નંબર પ્લેટ વિનાની ઈકો ગાડીમાં સવાર ચાર બુકાનીધારી શખસોએ બાઈકને ટક્કર મારી હતી. જેમાં જતીન રોડની બાજુમાં લોખંડના થાંભલે ભટકાયો હતો, જ્યારે ધર્મેન્દ્ર રોડ પર પડી જતાં ગાડીમાંથી તલવાર સાથે ત્રણ બુકાનીધારી શખસો ઉતર્યા હતા અને ધર્મેન્દ્રના હાથમાંથી પૈસા ભરેલો થેલો ઝૂંટવી ગાડી લઇ ફરાર થઈ ગયા હતા.હાલમાં પોલીસ આધિકારી ની જુદી જુદી ટીમો આ લુટનો ભેદ ઉકેલવા માટે મથામણ કરી રહી છે.

 આ ઘટનામાં જતીનને માથા તથા હાથના ભાગે અને ધર્મેન્દ્રને હાથે પગે ઈજા થતાં કડીની ભાગ્યોદયમાં ખસેડ્યા હતા.અને વધુ સારવાર માટે અમદવાદ લઈ જવા માં આવ્યા છે. તેમણે ફોનથી બ્રોકર્સને જાણ કરતાં અન્ય કર્મીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ગાડીનો પીછો પણ કર્યો હતો પરંતુ નંબર પ્લેટ વગરની ઈકો ગાડી કરણનગર રોડ બાયપાસથી નીકળી ગઇ હતી. હાલ માં કડી પોલીસ સહિત જિલા ની પોલીસ ટીમો હાલ માં સિ.સિ.ટીવી તપાસી શરુ કરી છે. અને લાગતા વળગતા આરોપી સહિત કાર અને મોબાઈલ લોકેશન ના આધારે તપાસ કરતા આરોપી જેલ હવાલે થશે તેમ પોલીસ માની રહી છે

(10:13 pm IST)