Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સિદ્ધપુર કો-ઓ બેન્કના પૂર્વ વસુલાત અધિકારીનો ગળેફાંસો ખાઈને આપઘાત

બાબુભાઈ પટેલે ઘરની છત પર આવેલ કડામાં દોરડું લટકાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

 

સિધ્ધપુર કોમર્શીયલ કો.ઓપરેટીવ બેંકના પૂર્વ વસુલાત અધિકારીએ પોતાના ઘરમાં છત પરના કડા સાથે દોરડું બાંધી ગળેફાસો ખાઈને આપઘાત કરતા અરેરાટી ફેલાઈ છે બાબતની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ. અર્થે મોકલી તેમના સગા-વ્હાલાને પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.

  અંગેની વિગત મુજબ સિધ્ધપુર શહેરમાં વર્ષો પહેલા ચાલતી સિધ્ધપુર કોમર્શીયલ કો.ઓપરેટીવ બેંકમાં બિલીયાના બાબુભાઈ પટેલ વસુલાત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. બિલીયા ગામમાં રહેતા તેમના મિત્ર દ્વારા તેમને ફોન કરવા છતાં ફોન ઉઠાવતા અને કોઈ સંપર્ક થતા તેઓ બાબુભાઈના ઘરે તપાસ કરવા જતા તેમના ઘરમાં બાબુભાઈ જેઠાભાઈ પટેલ ઘરની છત પર આવેલ કડામાં દોરડું લટકાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણ થતા બાબતની જાણ આસપાસના લોકોને કરાતા તેઓએ ઘટના સ્થળે આવી પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલીક તેમનાં દેહને જમીન ઉપર ઉતારી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ તેઓની લાશને પી.એમ. અર્થે મોકલી આપી તેમના સગા-સબંધીઓ તેમજ મિત્રોની પૂછપરછ હાથ ધરી હતી.

આજથી વર્ષો પહેલા સિધ્ધપુર ખાતે આવેલ સિધ્ધપુર કોમર્શીયલ કો.ઓપરેટીવ બેંક ફડચામાં જતા તે બંધ કરવામાં આવી હતી. જે વખતના તત્કાલીન વસુલાત અધિકારી હોવાના કારણે તેઓ દ્વારા આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વીતર્ક વહેતા થયા છે તો બીજી તરફ મામલો સમગ્ર સિધ્ધપુર શહેરમાં ટોક ઓફ ટાઉન બની જવા પામ્યો હતો.

(1:06 am IST)