Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પત્ની સાથે આડા સંબંધની શંકાએ ડ્રાયવર સાથે સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય: ડ્રાયવરની સાળી ઉપર બળાત્કાર : અનિલ કાઠીના કરતૂત

સાળી-બનેવીના નખ પણ કાઢી નાંખ્યા :ડ્રાયવરની પત્નીએ પોલીસ ફરિયાદ કરતા અકળાયેલા અનિલે ઘરમાં જઈને તોડફોડ કરીને મારી નાખવાની ધમકી આપી

સુરત :માથાભારે અનિલ કાઠીએ [પોતાની પત્ની સાથે આડા સંબંધની શંકાએ તેના ડ્રાયવર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કાર્યનું અને ડ્રાયવરની સાળી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની અનિલ કાઠી સામે તેના ડ્રાઇવરની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદથી અકળાયેલા કાઠીએ ડ્રાઇવરના ઘરે જઇ તોડફોડ કરી હતી, એટલું નહીં તારા પતિ અને બહેનને ટુકડા કરી ખાડીમાં નાંખી દઇશ એવી ધમકી પણ આપી હતી.

   અઠવાલાઇન્સ પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગોપીપુરાના શેતાન ફળિયામાં રહેતો મયૂર નામચીન અનિલ કાઠીના ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. અનિલ કાઠીને એવી શંકા હતી કે તેની પત્ની સાથે ડ્રાઇવર મયૂર આડા સંબંધ રાખે છે. સંબંધમાં મયૂરની સાળી તેઓને સપોર્ટ કરતી હોવાની વાત પણ કોઇએ કાઠીના મનમાં ઠસાવી દીધી હતી. પત્નીના ડ્રાઇવર સાથે સંબંધોની વાતથી કાઠી ગુસ્સે ભરાયો હતો.

તેણે શિરડી જવાના બહાને મયૂર અને તેની સાળીને સાથે લીધા હતાં. ત્યારબાદ રસ્તેથી તેઓને કોસમાડી ખાતેના ફાર્મમાં લઇ જવાયા હતાં અહીં કાઠીએ મયૂર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું જ્યારે તેની સાળી ઉપર બળાત્કાર ગુજારવા સાથે અશ્લીલ વીડિયો પણ ઉતારી લીધો હતો, આટલું ઓછું હોય તેમ કાઠીએ બર્બરતાની હદ વટાવી અને સાળી-બનેવીના નખ પણ કાઢી નાંખ્યા હતાં. ઘટના અંગે તેઓએ કાઠી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોતાની સામે ફરિયાદથી અકળાયેલો કાઠી સોળમી તારીખે રાતે ડ્રાઇવરના ઘરે ગયો હતો. તેણે બારી દરવાજા કાચ તોડી નાંખ્યા હતાં. બાદમાં ડ્રાઇવરની પત્નીને કોલ કરી તારા પતિ અને બહેનને કહેજે કે મારી સામે નહીં આવે, સુરત છોડીને જતાં રહે. જો દેખાયા તો કટકા કરી ખાડીમાં ફેંકી દઇશ એવી ધમકી આપી હતી. મયૂરની પત્નીએ આપેલી ફરિયાદના આધારે સબ ઇન્સપેક્ટર કેવડિયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:51 am IST)
  • આવી રહેલ હવાના દબાણને લીધે દક્ષિણ અને આંતરિક તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને કોંકણ-ગોવાના ભાગોમાં સારો વરસાદ પડશે access_time 12:52 pm IST

  • વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પ્રવાસીઓ અને પવર્તારોહકો દ્વારા ફેંકવામાં આવેલો કરચો કિલોમાં નહીં પણ ટનમાં છે. અહીં અંદાજે 100 ટન કચરો એકત્ર થયેલો છે. જેને એકત્ર કરી એરલિફ્ટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનના પહેલા દિવસે 1200 કિલો કચરો લુકલા ઍરપૉર્ટથી કાઠમંડૂ 'ઍરલિફ્ટ' કરવામાં આવ્યો જે રિસાઇકલ માટે મોકલવામાં આવ્યો. access_time 2:12 am IST

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના હવેથી આધ્યાત્મિકતા અને માનવીય મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવશે. જેથી ભવિષ્યના મેનેજર્સ દબાણ વચ્ચે પણ શાંતિનો અનુભવ લઈ શકે. આઇઆઇએમ-અમદાવાદ ખાતે ભવિષ્યના કોર્પોરેટ લીડર્સને ભગવદ્‌ગીતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. આઇઆઇએમના પ્રોફેસરે જણાવ્યું કે તેનાથી સ્ટ્રેસમાં ઘટાડો થશે. access_time 2:12 am IST