Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

એટીએમમાંથી 31 લાખ ઉપાડી છેતરપીંડીં કરનાર ટેક્નિશ્યન નરેન્દ્રને નશાની લત અને રૃપસુંદરીના શોખે ગુન્હેગાર બનાવ્યો

 

અમદાવાદમાં 99 લાખની કેશવાન ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં પાલડી પોલીસે એટીએમમાંથી ટુકડે ટુકડે 31 લાખ  રૂપિયા ઉપાડીને બેન્ક સાથે છેતરપિંડી કરતો નરેન્દ્ર જાદવ નામનામના શખ્સને ઝડપી લીધો છે શખ્સ બેન્કે કેશ મેનેજમેન્ટ પુરી પાડતી ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે કરતો હતો.

જોકે છેલ્લા એક મહિનાથી તે પોતાના રુટના તમામ 26 એટીએમમાં કેશ મુક્યા બાદ કેટલીક રકમ ચોરી લેતો હતો. એટીએમમાં નાણા લોડ કર્યા બાદ કેશ મેનેજમેન્ટ કંપનીને પૂરી રકમ લોડ થઈ હોવાનો મસેજ આવ્યો. ફરિયાદને લઈને તપાસમાં ટેકનિશિયનનું કારસ્તાન ખુલ્યુ હતુ. તેણે 31.32 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનો ખુલાસો થયો. મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં નરેન્દ્ર જાદવની ધરપકડ કરાઈ છે. જોકે હજુ પોલીસ રૂપિયા રિકવર કરી શકી નથી. ઝડપાયેલો શખ્સ નશાનો બંધાણી હતો. રૂપજીવીનોઓ પાછળ પણ લાખો રૂપિયા વાપર્યા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે

(12:59 am IST)