Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ભરૂચમાં મચ્છરોના ઉપદ્રવ સામે કોંગ્રેસનો મચ્‍છરદાની ઓઢીને અનોખો વિરોધ

ભરૂચઃ ભરૂચમાં મચ્છરોના ઉપદ્રવને લઈને કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ભરુચની સામાન્ય સભામાં મચ્છરોનો મામલો ચર્ચાયો હતો. જેમાં કોંગ્રેસે મચ્છરદાની ઓઢીને મચ્છરરોના ઉપદ્રવનો વિરોધ નોંધાવ્યો હતો.

આજે ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. જેને પગલે નગરપાલિકાની સામાન્યસભા તોફાની બની હતી. મચ્છરોનો ઉપદ્રવ વધતા કોંગ્રેસે મચ્છરદાની ઓઢી વિરોધ કર્યો હતો. જેમાં નગરપાલિકાની મચ્છર ભગાવો અભિયાનનો વિરોધ કરાયો હતો.

કોંગ્રેસે સત્તા પક્ષ પર આક્ષેપ કર્યો હતો કે, ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો સફાઈ માટે કરોડો રૂપિયા ફાળવે છે, છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી. અને મચ્છરોનો ત્રાસ ઠેરનો ઠેર છે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યુ છે. કોંગ્રેસના સભ્યોએ સભામાં મચ્છરદાનીમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કેટલાક સભ્યો હાથમાં મચ્છર મારવાનું રેકેટ પણ લઈ આવ્યા હતા.

(6:56 pm IST)