Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

બનાસકાંઠાના ધાનેરામાં ૬ વર્ષના માસૂબ બાળક ઉપર શિક્ષક દ્વારા અત્યાચારઃ શાળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

બનાસકાંઠાઃ ધાનેરામાં ૬ વર્ષના બાળકને શિક્ષકે બેફામ માર મારતા આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છેઁ.

બનાસકાંઠાના ધાનેરાની મોટામેડા શાળામાં સ્કૂલમાં પહેલાં ધોરણમાં ભણતાં માત્ર 6 વર્ષના માસૂમ બાળક પર શિક્ષક દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. શિક્ષક દ્નવારા બાળકને ખૂબ જ મારવામાં આવ્યો હોવાનો અને તેને લીધે તેના શરીર પર ઈજાના નિશાન ઉઠી આવ્યા હતા. આ ઘટનાને પગલે બાળકના વાલીઓ શાળાએ ધસી ગયા હતા. શિક્ષક વિરુદ્ધ સત્તાવાળાઓ સામે રજૂઆત કરવામાં આવી હતી. આમછતાં શાળાએ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા, મામલો હાલ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે.

આ મામલે શાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવા બાળકના વાલી વારસો દ્વવારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

(6:42 pm IST)