Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

દિલ્હી-સુરત ફ્લાઇટમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી મેઘના પટેલ અને આઇએએસ દિપક કુમાર વચ્‍ચે જામી પડીઃ અંતે સમાધાન

સુરતઃ દિલ્હી-સુરત ફ્લાઇટમાં પ્રદેશ કોંગ્રેસના મહિલા મંત્રી અને આઇએએસ અધિકારી વચ્ચે છૂટા હાથની મારામારી થતા ચર્ચા જાગી છે.

આ ઘટના દિલ્હી સુરત ફ્લાઈટમાં બની હતી જેમાં IAS દિપક કુમાર અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી મેધના પટેલ વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. જો કે તેમાં નજરે જોનારાના મતે વાંક IAS ઓફિસરનો જ હોવાનું અને તેમણે અસભ્ય વર્તન કર્યું હોવાનું જણાવ્યું હતું.

19મી માર્ચે ઉડાન ભરનારી દિલ્હી સુરત ફ્લાઈટમાં કોંગ્રેસના પ્રદેશ મંત્રી મેધના પટેલની બાજુમાં બેસેલા એક પેસેન્જરના મોબાઈલમાં રીંગ વાગતા IAS અધિકારી દિપક કુમારે અસભ્ય વર્તન કર્યું હતું. અધિકારીના વર્તન બાદ મેધના પટેલે તેમને ટોકતા બંને વચ્ચે રકઝક થઈ હતી. બંને વચ્ચે છૂટા હાથની મારામારી અને તમાચાવાળી થતાં મામલો એક તબક્કે ભારે ગરમ થઈ ગયો હતો.

જો કે બંને વચ્ચે પછી સમાધાન થતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. મામલાને રફેદફે કરવામાં આવ્યો હતો.

(6:39 pm IST)