Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

કણબીપીઠા ગામ પાસે મરણ પ્રસંગમાંથી પરત ફરતા દંપતી પર ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા દંપતિનું મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ડેડીયાપાડા તાલુકના કણબીપીઠા ગામ પાસે ટ્રકે મો.સા.ને પાછળ થી ટક્કર મારતા મો.સા.પર જતાં દંપતિનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના પાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા મનેશભાઇ રમેશભાઇ વસાવાની ફરીયાદ મુજબ તેમના મોટાભાઇ ગણેશભાઇ રમેશભાઇ વસાવા તથા ભાભી એમશાબેન ગણેશભાઇ વસાવા તેમની મો.સા.ને GJ.22.N.6802 લઇ જોડવાણ ગામે મરણ પ્રસંગમાં ગયા હતા અને પરત આવત હતા તે વખતે માંચ ચોકડી તરફથી એક અજાણી ટ્રકના ડ્રાઇવર એ તેના કબજામાની ટ્રક પુર ઝડપે હંકારી લાવી મો.સા. ની પાછળના ભાગેથી તેમની મો.સા.ને અથાડી દઇ રોડ ઉપર પાડી દેતા ભાઈ,ભાભીના માથાઓ ઉપર ટ્રક ચઢાવી દઇ સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ટ્રક ચાલકની શોધખોળ આદરી છે

(10:17 pm IST)