Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રવિવારે ગાયત્રી મંદિર વિરમગામ ખાતે જીલ્લાનું સંસ્કૃત સંમેલન યોજાયું

સંસ્કૃત ભારતી વિરમગામ અને ગાયત્રી પરિવાર વિરમગામ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :સંસ્કૃત ભારતી વિરમગામ અને ગાયત્રી પરિવાર વિરમગામ ના સંયુક્ત ઉપક્રમે વિરમગામ જિલ્લાના સંસ્કૃત સંમેલનનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરળ સંસ્કૃતમાં સંસ્કૃત ગીતનું ગાન,  સંસ્કૃતમાં વાર્તાલાપ, સંસ્કૃત વાર્તા, સંસ્કૃતમાં દિનચર્યા, સંસ્કૃતમાં પોતાનો પરિચય જેવા વિશેષ કાર્યક્રમ સંસ્કૃતભારતી વિરમગામ દ્વારા કરવામાં આવ્યા હતા વેદમાતા ગાયત્રી નો પરિવાર  વૈદિક સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે, જેમાં સોળ સંસ્કારોની વાત લઈને અધ્યક્ષશ્રી અધ્યક્ષીય ભાષણ આપવામાં આવ્યું હતું. આ સંસ્કૃત સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે જયશંકરભાઈ રાવલ (અધ્યક્ષ સંસ્કૃતભારતી સૌરાષ્ટ્રપ્રાન્ત - અધ્યક્ષ ગુજરાત સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર), અધ્યક્ષ સ્થાને વિકાસ મિશ્રા (યુવા સંયોજક, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, સાણંદશાખા, કર્ણાવતી), , પ્રેરક ઉપસ્થિતિ જયદીપભાઇ પાઠક (પત્રકાર  વિરમગામ) સહીતના સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિભાગ સંયોજક ડો.ભરતભાઈ કણઝરીયા, ડો. દેવેન્દ્રભાઈ જોષી અને મહેશભાઈ ઝાલા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી

(5:24 pm IST)