Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

સૂરજમલજી હાઈસ્કૂલ, પાટડી ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  આંતરરાષ્ટ્રીય સામાજિક ન્યાય દિન નિમિત્તે પાટડી ખાતેની શ્રી સૂરજમલજી હાઈસ્કૂલ ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી. પ્રિન્સિપાલ સિવિલ જજ  ગીરીશભાઈ ભોઈની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને કાનૂની માર્ગદર્શન અપાયું હતું. જજના સેક્રેટરી નરેન્દ્રસિંહ મકવાણા, પેનલ એડવોકેટ સર્વ ઝેડ.કે. કચોટ, ઈશ્વરભાઈ હદાણી,  એચ.એ.સૈયદ, માલવણ-બજાણા પીએસઆઇ  વી.એ.જાડેજા સાહેબ, પાટડી મહિલા યુનિટના પીએસઆઈ તેમજ પીએલવી અલકાબેન, સુરેખાબેન, અલ્પેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના આચાર્ય ઉપેન્દ્રભાઈ સથવારાએ સહુને આવકાર્યા હતા. વરિષ્ઠ શિક્ષક રાજેન્દ્રભાઈ મહેતાએ આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિવેકાનંદ સમિતિના તાલુકા સંયોજક ચિંતનભાઈ મહેતાએ કર્યું હતું.

(8:52 pm IST)