Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

૧૪ વર્ષના કિશોર-કિશોરી માતા-પિતા બનતાં ચકચાર

ડાંગ જિલ્લાના એક ગામની ચોંકાવનારી ઘટના : ઘટનાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, કિશોરના પિતા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સાપુતારા, તા.૨૦ : ડાંગ જિલ્લાના એક ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ આહવા તાલુકાના એક ગામમાં ૧૪ વર્ષની વયે કિશોર અને કિશોરી માતા-પિતા બની જતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયા છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘટનાની હકીકત સામે આવતા ૧૪ વર્ષીય કિશોર પિતા સમે પોક્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આહવા તાલુકામાં સમાવિષ્ટ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના એક ગામમાં ૧૪ વર્ષીય કિશોર અને કિશોરી શેરડી કાપવા અન્ય જગ્યાએ ગયા હતા. જ્યાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમમાં ગળાડૂબ સગીર પ્રેમી યુગલે તમામ હદો પાર કરી શરીર સંબંધ બાંધ્યો હતો. જેના ફળ સ્વરૂપે કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ શેરડીના કામમાં મજૂરી કરવા ગયેલા કિશોર અને કિશોરી એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબધો બંધાયા હતા, ત્યારબાદ કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. ઘટનાનું સત્ય સામે આવતા ડાંગ પોલીસે કિશોર પિતા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:46 pm IST)