Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

બોલીવુડના ટોચના ડિરેક્ટર સુભાષ ધાઈ અમદાવાદમાં : રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા મુખ્યમંત્રીનો સંકેત

સરકાર ફિલ્મ ઇન્સ્ટિટયૂટની વિચારણા કરશે અને સાથ સહકાર આપશે

અમદાવાદ : અમદાવાદમાં યોજાયેલા ચિત્ર ભારતી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ હાજરી આપી હતી. વિજય રૂપાણીએ ફિલ્મ ફેસ્ટિવલમાં કહ્યું કે ગુજરાતમાં હવે સારી ફિલ્મો બની રહી છે. લોકો ગુજરાતી ફિલ્મો જોવા જઈ રહ્યા છે. સરકાર સારી ફિલ્મ બનાવનારને પ્રોત્સાહન આપે છે.

 તેઓએ વધુમાં કહ્યું કે પૂનામાં જેમ સુભાષ ઘાઈ ફિલ્મ ઇન્સ્ટિટયૂટ ચલાવે છે તેમ ગુજરાતમાં પણ ફિલ્મ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ભણી અને ફિલ્મ ક્ષેત્રે આગળ વધી શકે તે માટે સરકાર ફિલ્મ ઇન્સ્ટિટયૂટની વિચારણા કરશે અને સાથ સહકાર આપશે.

 

(11:59 pm IST)