Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને અમદાવાદને દુલ્હનની જેમ શણગારાયું: રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યો સુભાષ બ્રીજ

બ્રીજ પર મોદી અને ટ્રમ્પના મોટા સ્ટેન્ડ લગાવાયા; સ્ટેજ પણ બનાવાયા

 

અમદાવાદ : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીના રોડ શો માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે  ટ્રમ્પ અને મોદીના રોડ શોને લઇ શહેરને સોળે શણગાર કરવામાં આવ્યાં છે. રોડ શોના તમામ રૂટને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સુભાષ બ્રીજ રંગબેરંગી લાઈટોથી ઝળહળી રહ્યો છે.

 રંગબેરંગી લાઇટની રોશનીથી બ્રીજ ઝળહળી રહ્યો છે. એટલું નહીં બ્રીજ પર મોદી અને ટ્રમ્પના મોટા સ્ટેન્ડ લગાવાયા છે અને સ્ટેજ પણ બનાવવામાં આવ્યાં છે.

 

(11:34 pm IST)