Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સુરતના ભગા તળાવ વિસ્તારમાં 30 ફૂટ ઊંડા ખાડામાં પડ્યું બાળક : ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું

ઘર નજીક રમતું 8 વર્ષનું બાળક બોરવેલ જેવા દેખાતા કુવામાં પડ્યું

 

સુરતના ભગા તળાવ વિસ્તારમાં ઘર નજીક રમતું બાળક અચાનક અનુપમ એપાર્ટમેન્ટની સોસાયટી નજીક પરિસરમાં આવેલ બોર જેવા દેખાતા કુવામાં પડી ગયું હતું. 8 વર્ષનું બાળક કુવામાં પડી ગયાનો કોલ મળતા ફાયર વિભાગ દ્વારા બાળકને રેસક્યુ કરી બહાર કાઢવામાં આવ્યું હતું, અને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

  અંગે મળતી વિગત મુજબ સુરત ભાગા તળાવ નાણાવટી ખાતે આવેલી અનુપમ એપાર્ટમેન્ટ સોસાયટી નજીક પરિસરમાં ઘર નજીક રમતું બાળક ખાડામાં ખાબક્યું હતું. 8 વર્ષનું બાળક બોરવેલ જેવા દેખાતા કુવામાં પડી ગયાની જાણ ફાયરબ્રિગેડને થતાં ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ બાળકને રેસ્ક્યુ કરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું

   બે બાય બેનો જેટલો જૂનો કુવો હતો તેમાં અચાનક બાળક પડી ગયો હતો. જોકે 30 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા સમગ્ર વિસ્તાર દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ તુરંત ઘટનાની જાણકરી ફાયર વિભાગ ને આપવામાં આવી હતી જોકે નજીકમાં કામ કરતા મજૂરોએ પણ તાતકાલિક દોડી આવીને બાળકને ખાડામાંથી બહારનો પ્રયાસ કર્યો હતો.

   ફાયર વિભાગના જવાનો પણ ત્યારે પોંહચીને, મજૂરને હિંમત આપી હતી અને ફયારે રેસક્યુ કરીને બાળકને બહાર કાઠવામાં સફળતા મળી હતી, જે રીતે બાળક 30 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું હતું અને સલામત રીતે બહાર નીકળ્યું તે જોઈ ફાયર વિભાગે પણ તેની હિમ્મતને બિરદાવી હતી. જોકે બાળકને બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં સારવાર બાદ બાળકની તબિયત સારી હોવાનો તબીબોએ જણાવ્યુ હતું.

(10:50 pm IST)