Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ટ્રમ્પનો અમદાવાદમાં રોડ શો ટૂંકાવાઈ તેવી શક્યતા : ગાંધી આશ્રમ નહીં જાય તો એરપોર્ટથી સીધા મોટેરા સ્ટેડિયમ જશે

એરપોર્ટથી ઈન્દીરા બ્રીજ.. ભાટ ગામથી કોટેશ્વર થઈને મોટેરા સ્ટેડિયમ રોડ શો કરીને પહોંચશે

અમદાવાદ : ડેનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદમાં રોડ શો ટુંકાય તેવી શક્યતાઓ છે. ટ્રમ્પ જો ગાંધી આશ્રમ નહીં જાય તો રોડ શો ટુંકાશે. જો ગાંધી આશ્રમ નહીં જાય તો તેઓ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો યોજાશે. તેઓ એરપોર્ટથી ઈન્દીરા બ્રીજ.. ભાટ ગામથી કોટેશ્વર થઈને મોટેરા સ્ટેડિયમ રોડ શો કરીને પહોંચશે. જો રોડ શો ટુંકાશે તો તે લગભગ 10 કિલોમીટરનો થશે.

         અત્રે ઉલ્લેખનીય છે કે કે અગાઉ 22 કિલોમીટરનો રોડ શોનું આયોજન કરાયું છે. અને રોડ શોની જવાબદારી અમદાવાદ કોર્પોરેશનને સોંપાયેલી છે.. અને 22 કિલોમીટરના રોડ શો માટે મોટાભાગની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

(9:31 pm IST)