Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

મોડાસાના અંતરિયાળ તખતપુરા નજીક બસનું ટાયર નીકળી જતા સર્જાયેલ અકસ્માતમાં 30 મુસાફરોનો આબાદ બચાવ

મોડાસા:તાલુકાના અંતરીયાળ તખતપુરા ગામેથી મોડાસા વાયા સાયરા થઈ આવી રહેલ એસ.ટી.બસનું આગળનું વ્હીલ અચાનક નીકળી જતાં જ બસમાં સવાર મુસાફરોમાં બુમરાણ મચી હતી.દોડતી બસનું ટાયર નીકળી જતાં અફરા તફરી મચી હતી.પરંતુ સદનસીબે બસ ચાલકની સમય સુચકતાને લઈ બસમાં સવાર 30 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

વિકાસની વાતો વચ્ચે રાજયનું એસ.ટી.નિગમ બાબા આદમ સમયની બસોમાં મુસાફરો ભરી હંકારી રહયું છે. એસ.ટી.અમારી... સલામત સવારી ના સૂત્રો જાણે હવે પોકળ સાબીત થઈ રહયા હોય એમ ગોટેગોટ ઓંકતી અને વારંવાર બ્રેક ડાઉન થતી એસટી બસો જોવીએ  નવાઈ નથી રહી.નિગમ દ્વારા સ્ક્રેપ બસો દોડાવાતી હોવાની આક્ષેપભરી ફરીયાદો વચ્ચે બસ અકસ્માતોનું પ્રમાણ પણ નોંધાપાત્ર રીતે વધ્યું છે.મોડાસા ડેપોને એસ.ટી.બસ ગુરૂવારની સવારે રાબેતા મુજબ તાલુકાના તખતપુર ગામેથી વાયા સાયરા થઈ મોડાસા આવી રહી હતી.ત્યારે  સાયરાથી મુસાફરો ભરી ઉપડેલ આ બસનું આગળનું વ્હીલ એકાએક ધડાકાભેર જુદુ પડી જતાં મુસાફરો ભરેલી  બસ ખોટકાઈ ગઈ હતી.

(5:49 pm IST)