Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ખેડા જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ અકસ્માતની ઘટના: બે વ્યક્તિના કમકમાટીભર્યા મૃત્યુથી અરેરાટી

ખેડા: જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા.જેમાં પહેલો ગમખ્વાર અકસ્માત મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી સીમ પાસે,જ્યારે બીજો ગમખ્વાર અકસ્માત અંઘાડી રામદેવપીર મંદિર પાસે સર્જાયો હતો.બંને અકસ્માતમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા. પહેલો ગમખ્વાર  અકસ્માત મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી સીમમાં થયો હતો.જેમાં મહુધા ખાતે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભરતભાઇ ડાહ્યાભાઇ પરમાર પોતાની મોટર સાયકલ લઇને મહેમદાવાદ તરફ આવી રહ્યા હતા.તે સમયે એક અજાણ્યા ઇકો ગાડીના ચાલકે રોંગસાઇડ આવી મોટર સાયકલને ટક્કર મારી હતી.

જેથી ભરતભાઇને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યા તેઓનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે  ગોવિંદભાઇ બાબુભાઇ ચૌહાણ રહે,વાંઠવાડી મોટા ફળિયાએ મહેમદાવાદ પોલીસ મથકે ઇકો ગાડીના ચાલક વિરુધ્દ ફરિયાદ નોંધાવી છે.

(5:47 pm IST)