Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સુરત:લોનની લાલચ આપી લાખો રૂપિયાની ઉચાપત કરી ફરાર ભેજાબાજને પકડવા પોલીસે કવાયત હાથ ધરી

સુરત : શહેરમાં નાનપુરા-ટીમલીયાવાડમાં બાલાજી લોન કન્સલટન્સી નામે ઓફિસ શરૃ કરી ૫ લાખથી લઇ ૨૫ લાખ સુધીની પ્રધાનમંત્રી મુદ્રા લોન અપાવવાની લાલચ આપી લોન પ્રોસેસ ફી પેટે 9 લોનવાંચ્છુકો પાસેથી રૃા. 2.28 લાખથી વધુની મત્તા પડાવી લઇ ઓફિસને રાતોરાત શટર પાડી ભાગી જનાર ઠગ વિરૃધ્ધ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક રંગદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ફોટોગ્રાફર ભાવેશ વિરજી ગોહેલ (મૂળ રહે. ચોરવાડતા. માળીયા હાટીનાજિ. જુનાગઢ) એ નાનપુરા-ટીમલીયાવાડમાં સ્વસ્તિક એપાર્ટમેન્ટ નજીક બાલાજી લોન કન્સલટન્સી નામની ઓફિસના સંચાલક અજય બોરડ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. અજય બોરડે ઓફિસની બહાર કોઇ પણ પ્રકારની લોન અપાવવાની જાહેરાતના બેનરો લગાવ્યા હતા અને તેમાં પણ પ્રધાનમંત્રી મુદ્રા લાન માત્ર 45થી 60 દિવસમાં અપાવવાના પ્રલોભનોનો ઉલ્લેખ હતો. જેથી લોન માટે ફોટોગ્રાફર ભાવેશ ગોહેલ સહિત 9 જણાએ અજય બોરડની ઓફિસમાં સંર્પક કર્યો હતો.

(5:46 pm IST)