Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વાપીમાં અગાઉ 11 વર્ષીય બાળકી પર બે મહિનામાં પાંચ વાર દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી લોકોએ મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો

વાપી: શહેરમાં 15 દિવસ અગાઉ 9 વર્ષની એક બાળકીની દુષ્કર્મ કરી તેની હત્યા કરવાની ચકચારી ઘટના બની હતી. જેના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં ફરી એક વખત વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં 11 વર્ષીય બાળકીને એક નરાધમે પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. જોકે આ વખતે આરોપી લોકોના હાથે ઝડપાઈ જતા, લોકોએ તેને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.

જેને પગલે આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. સારવાર બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વાપીના છેવાડાના વિસ્તારમાં પડોશમાં જ રહેતા એક આઘેડે બાળકીને ટીવી જોવાના બહાને પોતાના ઘરમાં લઈ જઈ તેની પર ચાકૂની અણીએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ માસૂમ બાળકી પર બે માસમાં 5 વખત દુષ્કર્મ આચર્યુ હતું. જોકે બાળકીને પેટમાં દુખાવો ઉપડતાં બાળકીએ સમગ્ર ઘટના તેની દાદીને કરી હતી. આથી નરાધમ આરોપીનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકીની માતા ચાર વર્ષ અગાઉ મૃત્યુ પામી હતી. આથી બાળકી તેના પિતા અને દાદી સાથે રહેતી હતી.

(5:44 pm IST)