Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વડોદરામાં રખડતા ઢોરનો આતંક: 3.5 કરોડના ખર્ચ કરવા છતાં પણ પરિસ્થિતિમાં સુધારો ન થતા લોકોને હાલાકી

વડોદરા: શહેરમાં રખડતી ગાયોનો પ્રશ્ન માથાના દુઃખાવા સમાન બની ગયો છે. રખડતી ગાયો પકડવા માટે વડોદરા કોર્પોરેશને એક વર્ષમાં આશરે સાડા ત્રણ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો છે. વિરોધ પ૭ કોંગ્રેસના નેતાએ બજેટ બેઠકમાં કહ્યું હતું કે કોર્પોરેસને એક વર્ષમાં શહેરમાંથી ૨૪૬૯ રખડતી ગાયો પકડી હતી. એ પછી ૧૮૦ ગાયો છોડવામાં આવી હતી. કોર્પોરેશને રખડતી ગાયોના માલિકો સામે ૮૦ પોલીસ ફરિયાદ કરી હતી. 

જ્યારે દંડ પેટે રૃા.૯,૯૧,૯૩૦નો દંડ વસૂલ કર્ય હતો. આ સિવાય કેટલાય ગાયોના મરણ થયા હતા. ગાયો પકડવા માટે કોર્પોરેશને વર્ષ દરમિયાન રૃા.બે કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે ગાયોને રાખવા માટે રૃા.૧.૫૦ કરોડ ખર્ચ થયો. આમ ૩.૫૦ કરોડનો આખા વર્ષમાં ખર્ચ કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું. આટલો ખર્ચ કરવા છતાં કોઈ હલ ન આવે તો પછી શહેરના ચારેય ઝોનમાં ઢોરવાડા માટે જગ્યા આપી દેવી જોઈએ.

(5:34 pm IST)