Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વડોદરામાં ફ્યુચર લાઈફ ફાર્માના સંચાલકે વેપારીઓને લાખોનો ચૂનો ચોપડતા પોલીસે રંગે હાથે ધરપકડ કરી રિમાન્ડ મંજુર કર્યા

વડોદરા: શહેરમાં ફ્યુચર લાઇફ ફાર્માના સંચાલકે બીજા પણ અનેક વેપારીઓને ચૂનો ચોપડયો હોવાની વિગતોને પગલે ગોત્રી પોલીસે તેની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,અકોટા રોડ પર શ્રીનગર સોસાયટીમાં પૂજા કોર્ટ ખાતે આવેલી ફ્યુચર લાઇફ ફાર્માસ્યુટિકલ પ્રા.લિ.ના સંચાલક હાર્દિકસિંહ મહેન્દ્રસિંહ દોડિયા સામે હિમાચલની ફાર્મા કંપનીના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા ગોત્રીના  પીઆઇ એબી ગોહિલે હાર્દિકસિંહની ધરપકડ કરી છે.

હિમાચલની કંપનીના સંચાલકે પોલીસને કહ્યું છે કે,હાર્દિકસિંહે ૭૫ થી ૮૫ દિવસની ક્રેડિટની શરત કરી ધીરે ધીરે ખરીદીનો જથ્થો વધાર્યો હતો.વચ્ચે કેટલીક વાર તેણે ચેક સ્ટોપ પેમેન્ટ કરાવ્યા હતા.પરંતુ ત્યારબાદ તુર્તજ પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો.

(5:34 pm IST)