Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

નર્મદા જિલ્લાના શિવાલયોમાં મહા શિવરાત્રી નિમિત્તે ભક્તોની ભારે ભીડ : ઠેર ઠેર મેળાનું આયોજન

દેવમોગરાના પારંપરિક મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ આવે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના શિવાલયોમાં મહા શિવરાત્રી નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી ભમ ભમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા.

  સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહા શિવરાત્રીનો મેળો શરૂ થતા આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિરે દર વર્ષે યોજાતા પારંપરિક મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. 

  મહાશિવરાત્રીના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી જેમણે શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના કરી મેળાનો આનંદ માણ્યો હતો.સાથે સાથે રાજપીપળાના શિવ મંદિરો સહીત રાજપીપળાને અડીને આવેલા મણી નાગેશ્વર મહાદેવ મંદિરે અને જીતનગર ખાતેના મહાદેવ મંદિરે મેળાનું આયોજન થયું જેમાં પણ રાજપીપળા સહીત આસપાસના ગામોના ભક્તો ખુબ મોટી સંખ્યામાં દર્શનાર્થે પોહ્ચ્યા હતા.અને ભાંગની પ્રસાદીનો પણ લાભ લીધો હતો. નાંદોદના ધમણાચા નજીક સુખદેવ બેટ પાસે પાણીમાં આવેલા જલેશ્વર મહાદેવે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

(5:22 pm IST)