Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વડોદરા મહાનગરપાલિકામાં સફાઇ કામદારોની હડતાલનો અંત આવ્‍યો ત્‍યાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર રહેલા ડ્રાઇવરો દ્વારા આંદોલનનું રણશીંગુ

વડોદરા : વડોદરા મહાનગરપાલિકાનાં 1254 હંગામી સફાઇ કર્મચારીઓના આંદોલનનો અંત આવ્યો છે. જો કે હવે કોન્ટ્રાક્ટ પર રહેલા ડ્રાઇવર દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. 300થી વધારે કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સાથે હડતાળ પાડી દેવામાં આવછે. આ કર્મચારીઓની માંગ છે કે જ્યાં સુધી તેમને કાયમી કરવામાં નહી આવે ત્યાં સુધી ગાંધીચિંધ્યા માર્ગે જ હડતાળ યથાવત્ત રાખવાની ચિમકી ઉચ્ચારી હતી. તેમનો આરોપ છે કે તેઓ 15 વર્ષથી આ પ્રકારની કામગીરી નિભાવી રહ્યા છે.

કોન્ટ્રાક્ટ પર રહેલા 300થી વધારે ડ્રાઇવર્સને આજે ભુતડીઝાપા ખાતેનાં વ્હીકલપુલ ખઆતે ગાડીઓ જમા કરાવી દીધી હતી. ડ્રાઇવર્સ દ્વારા ગાડીઓ જમા કરાવ્યા બાદ ડેપો બહાર બેનરો સાથે કોર્પોરેશનની વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ડ્રાઇવર્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી તેમનું શોષણ થતું હોવાનું જણાવ્યું હતું. તેમણે કોર્પોરેશન દ્વારા જ્યાં સુધી તેમને કાયમી નહી કરવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત્ત રાખવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જેથી કોર્પોરેશન માટે તો ઉલમાંથી ચુલમાં પડ્યા જેવું થયું છે.

(4:36 pm IST)