Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

અમદાવાદ ખાતે ટ્રમ્પના કાર્યક્રમમાં માળીયા હાટીનાનું બ્રહ્મપુરી ગ્રુપ કલા પીરસશે

માળીયા હાટીના,તા.૨૧: અમદાવાદ ખાતે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વાગતના કાર્યક્રમમાં માળીયા હાટીનાનું પ્રખ્યાત બ્રહ્મપુરી ગ્રુપ સ્વાગત કરી વિશિષ્ટ કાર્યક્રમ રજુ કરશે. આગામી તા. ૨૪ના રોજ અમદાવાદ ખાતે વધારાતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અદકેરા સ્વાગતમાં માળીયા હાટીનાનું અને ગુજરાત રાજ્યનું ચેમ્પિયન અને ભારતના દેશના અનેક રાજ્યોમાં કાઠીયાવાડી કલા રજૂ કરનાર પ્રખ્યાત બ્રહ્મપરી દાંડિયા રાસનું ગ્રુપ આ બંનેના સ્વાગત કરવા માટે જવાનું છે. અને અમદાવાદ એરપોર્ટ ઉપર ના વિશાળ ફલક ઉપર કાઠીયાવાડી કાળા ઢોલ ઢોલ શરણાઇના સુરે કાઠીયાવાડી પહેરવેશ પહેરીને અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

બ્રહ્મપુરીના આ ગ્રુપે ભારત દેશમાં અનેક રાજ્યોમાં પધારતા વિદેશી મહેમાનોનું અનેક વખત કરેલ છે.

(11:47 am IST)