Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

૧૩ જીલ્લાના લોકો બસમાં આવશેઃ ટ્રાફીક માટે ખાસ વ્યવસ્થા

અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને પગલે ટ્રાફીક વ્યવસ્થા અંગે અમદાવાદ શહેરના ટ્રાફીક જેસીપી જે.આર. મોથલીયાએ જણાવ્યુ હતું કે રાજયના ૧૩ જિલ્લામાંથી એસટી બસ મારફતે લોકો ટ્રમ્પના કાર્યક્રમમાં આવવાના છે, ત્યારે ટ્રાફીકને લઈને ખાસ વ્યવસ્થા કરાઈ છે. ૨૮ પાર્કીંગ સ્થળોએ પાર્કીંગ કરાશે, તેમજ દરેક જિલ્લાના વાહનો માટે અલગ અલગ પાર્કીંગ વ્યવસ્થ કરાશે. ૨૮૦૦ એસટી બસ, ૪૦૦૦ ફોર વ્હીલર, ૫૦૦૦ ટુ વ્હીલર સહિતના વાહનો આવશે, ત્યારે ટ્રાફીક થાય નહી એટલે આગવુ આયોજન કરાયુ છે.

(11:41 am IST)