Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સુરતના ત્રણ વર્ષની માસુમ બળાત્કાર -હત્યા કેસના આરોપીની ફાંસીની સજા સુપ્રીમકોર્ટે સ્થગિત રાખી

આરોપી પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરવાનો વિકલ્પ

સુરતમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરનારને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ સજાને પડકારતી અરજી અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. આ સજાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી હતી. જો કે ત્યારબાદ આરોપી અનિલએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી બાદ કોર્ટએ તેની ફાંસીની સજા સ્થગિત રાખી છે.

   સુરતના બહુચર્ચીત દુષ્કર્મ કેસના આરોપી અનિલ યાદને ફાંસી 29 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવનાર હતી. સુરત કોર્ટે આ મામલે ડેથ વોરંટ પણ જાહેર કર્યું હતું. આરોપીને 29 ફેબ્રુઆરીએ અમદાવાદ જેલમાં ફાંસી આપવાનો હુકમ કરાયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર અનિલની ફાંસી હાલ સ્થગિત કરવામાં આવી છે.

 અરજી પર સુનાવણી કરી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરવાનો વિકલ્પ છે. આ વિકલ્પનો ઉપયોગ કર્યા બાદ તે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. જો તેની આ દયા અરજી ફગાવવામાં આવે તો સમગ્ર પ્રક્રિયા પૂરી કર્યા બાદ નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકાશે.

(11:28 am IST)