Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ગુજરાત જીએસટી વિભાગના મોટાપાયે દરોડાઃ કેટરીંગ, ડેકોરેશન, અને પાર્ટી પ્લોટના સંચાલકો ઝપટેઃ રર કરોડના બિનહિસાબી વહીવટ ખુલ્યાઃ મોટી કરચોરી મળવાની શકયતા

શુભમ, નિર્વાણા, આવકાર, સેવનસીઝ, પ્રસંગમ, કુંડલીક, સહિત ૩૭ સ્થળોએ દરોડા

અમદાવાદ :  કેટરીંગ ડેકોરેશન  તથા પાર્ટી પ્લોટની સેવા પુરી પાડતા અમદાવાદ અને સુરત ખાતેના ર૦ સર્વિસ પ્રોવાઇડર્સના કુલ ૩૭  સ્થળો ઉપર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડયા છેલગ્ન પ્રસંગોમાં મોટા ભાગે પાર્ટી પ્લોટસ ભાડે લેવામા આવે છે અને આવા પાર્ટી પલોટમાં કેટરીંગ, ડેકોરેશન, મેનપાવર સહીતની સેવાઓ પુરી પાડવામાં આવે છે. સ્ટેટ જીએસટી વિભાગના ધ્યાને આવેલ કે, આવી સેવા પુરી પાડતા વેપારીઓ બિલ ઇસ્યુ કર્યા વિના રોકડેથી આવી સેવા પુરી પાડે છે. કેટલાક વેપારીઓ દ્વારા પુરી પાડવામા આવતી આવી સેવાઓ દ્વારા રોકડેથી મેળવવામાં  આવેલ રકમ પોતે ચોપડે નોંધી કરચોરી કરતા હોવાનું વિભાગના ધ્યાન ઉપર આવેલ. તેથી સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગે આવા વેપારીઓ સામે કડક હાથે કામગીરી કરવા છેલ્લા કેટલાક સમયથી ખાનગી રાહે ચકાસણી કરેલ હતી. જે સંદર્ભે અમદાવાદ અને સુરત ખાતેના અનેક પાર્ટી પ્લોટસ, કેટરર્સ અને ડેકોરેટર્સના કુલ ૩૭ સ્થળોએ સર્ચ અને સીઝરની કામગીરી તા. ૧૮/૦ર/ર૦ર૦ ના વહેલી સવારથી શરૃ કરેલ છે.

     આ દરોડાની કામગીરીમા઼ નીચે દર્શાવ્યા મુજબના ગૃપ્સ સમાવિષ્ય કરવામાં આવેલ છે.

અલ-મન સલ્વા કેટરર્સ (સિંધુ ભવન રોડ, ચાંગોદર અમદાવાદ),  શુભમ કેટરર્સ (બોડકદેવ  અમદાવાદ), બ્લુલગૂન પાર્ટી પલોટ (એસ.જી.હાઇવે, અમદાવાદ), નિર્વાણા પાર્ટી પ્લોટ (એસ.જી.હાઇવે, અમદાવાદ), આવકાર ડેરોરેશન (ઘાટલોડીયા, અમદાવાદ),સેવન સીઝ પાર્ટી પ્લોટ સાયન્સ સીટી સર્કલ, અમદાવાદ),પ્રસંગમ પાર્ટી પ્લોટ  (એસ.જી.હાઇવે, અમદાવાદ), કુંડલીક સર્વિસીઝ ઇન્ડિયા પ્રા.લી. (એસ.જી.હાઇવે, અમદાવાદ),.એમ. ટપાલી મંડપ ડેકોરેટર્સ( સગરામપુરા સુરત), વન ટચ ડેકોરેટર્સ (સગરામપુરા- સુરત ),કૈલાસ કેટર્સ ( બમરોલી રોડ, સુરત),કૈલાશ રેસ્ટોરન્ટ (નાનપુરા,સુરત),  કૈલાશ સ્વીટ માર્ટ -રેસ્ટોરન્ટ( અઠવા લાઇન્સ, સુરત),કૈલાશ સ્વીટ એન્ડ સ્નેકસ (અડાજણ, સુરત), કૈલાશ સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ (વરાછા,સુરત), શ્રી રીધ્ધી સિધ્ધી ડેકોરેટર્સ( નાનપુરા, સુરત), મણીબા પાર્ટી પ્લોટ (વેસુ, સુરત), સી.બી. પટેલ પાર્ટી પ્લોટ (વેસુ, સુરત), સુવર્ણભુમિ લોન્સ ( ડુમસ રોડ સુરતઅને વી.આર.વન ઇવેન્ટસ( પાર્લે પોઇન્ટ - સુરત)

       સદરહુ સર્ચ અને સીઝરની કામગીરી દરમ્યાન મોટા પ્રમાણમાં કોમ્પ્યુટર સહિતનું હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ છે. અત્યાર સુધીની ચકાસણીમાં કુલ રૃ.રર કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢવામાં આવેલ છે. ચકાસણી અને વધુ તપાસની કામગીરી હાલ ચાલી રહેલ છે. જેમાં બિન હિસાબી વ્યવહારો અને કરચોરીની રકમ વધવાની શકયતા છે.

(8:52 am IST)