Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ઝુંબેશ હેઠળ ૫૦થી પણ વધુ શાળાઓને આવરી લેવાઈ છે

મેરિકોનું ગુજરાતમાં ઇટ રાઇટ અભિયાન : મેરિકોએ ભારતમાં આરોગ્યપ્રદ-સુરક્ષિત ફૂડ આચરણોને પ્રોત્સાહન આપવા FSSAI સાથે સહયોગ મજબૂત બનાવ્યો

અમદાવાદ, તા.૨૦ : મેરિકો લિમીટેડે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશન (એફડીએ) ગુજરાત સાથે ભાગીદારી કરીને રાજ્યમાં સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક ટેવના ઉદ્દેશ સાથે ઇટ રાઇટ કાર્યક્રમને આગળ વધારવાના અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. ઇટ રાઇટ ઝુંબેશ હેઠળ મેરિકો લિ. દ્વારા ગુજરાતની ૫૦થી વધુ સ્કૂલોને આવરી લેવાઇ છે. સાથે સાથે આ કાર્યક્રમ દ્વારા ગુજરાતમાં ૩ ઇટ રાઇટ કેમ્પસીસ, ૫ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ્સ સાથે મળીને સેફ એન્ડ ન્યુટ્રીશિયસ ફૂડ એટ સ્કુલ્સ(એસએનએફએટસ્કૂલ) પહેલ રજૂ કરી છે. મેરિકોએ એફએસએસએઆઇના ઇટ રાઇટના કાર્યક્રમને પ્રારંભથી જ ટેકો આપ્યો છે અને ફક્ત છેલ્લા એક વર્ષમાં જ તે ૨૦૦ શાળાઓ સુધી પહોંચી છે અને ભારતભરમાં ૮૦,૦૦૦થી વધુ બાળકોને લાભ પૂરો પાડ્યો છે. એસએનએફએટસ્કૂલ કાર્યક્રમ દ્વારા મેરિકો ૨૦૨૦થી સુરક્ષિત અને સારી ચીજ ખાવાની ટેવ પાડવાનો હેતુ ધરાવે છે.

            આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભેળસેળ અને ૫૦ શાળાઓમાં કેન્ટીન સર્ટિફિકેટ શોધી શકે તે માટે મેજિક બોક્સ ટૂલ કીટનો સમાવેશ કરતા ગુજરાતમાં ૫૦,૦૦૦થી વધુ બાળકો સુધી પહોંચી છે. પોતાના ઇટ રાઇટ કેમ્પસ કાર્યક્રમના ભાગરૃપે તેમજ એફએસએસએઆઇ દ્વારા ફરજિયાત બનાવવામાં આવતા મેરિકો લિમીટેડે ફાઇવ સ્ટાર રેટિંગ મિકેનીઝમ અપનાવી છે જે ખોરાક સુરક્ષા અને સ્વચ્છતા, ખોરાક બગાડ સંચાલન, આરોગ્યપ્રદ ખોરાક, સ્થાનિક-મોસમી ખોરાકને પ્રોત્સાહન અને આરોગ્યપ્રદ ખોરાક પર સતર્કતા અન્ય સ્થળો ઉપરાંત ગુજરાતમાં આઇઆઇએમ અમદાવાદ, નિરમા યુનિવર્સિટીમાં ઊભી કરી છે. વધુમાં, મેરિકો હેલ્થ એન્ડ વેલનેસ કોઓર્ડિનેટર્સ અને હેલ્થ ટીમ ઓન કેમ્પસીસ દ્વારા સુરક્ષા અને પોષણને પણ પ્રોત્સાહન આપશે. મેરિકોએ આ પહેલમાં એફએસએસએઆઇ સાથે ભાગીદારી કરી છે અને ગુજરાતમાં ૪ સ્ટ્રીટ ફૂડ હબ્સ સાથે કામ કરવાનું શરૃ કરી દીધુ છે.

         તાજેતરમાં જ તેમાના એક એવા ગુજરાતમાં દાહોદ સ્થિત મા ભારતી ઉદ્યાન અને ફૂડ કોર્ટને એફએસએસએઆઇના ચેરપર્સન રીટા ટીઓટિયા દ્વારા ક્લિન સ્ટ્રીટ ફૂડ હબનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. હજુ આવરી લેવાના બાકી છે તેવા અન્યમાં અમદાવાદમાં સ્ટ્રીટ ફૂડ હબમાં હાઇવ ફૂડ કોર્ટ, ફન ફૂડ બટાલિયન અને લો ગાર્ડનનો અને રાજકોટમાં ફૂડ એન્ડ ફનનો સમાવેશ થાય છે. એફએસએસએઆઇના સીઇઓ પવન કુમાર અગરવાલે જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડૂ અને ચંદીગઢમાં ઇટ રિટ કાર્યક્રમને શરૃ કરવા અને ટેકો આપવા બદલ હું મેરિકો લિમીટેડને અભિનંદ આપુ છું. દરમ્યાન એફડીસીએ, ગુજરાતના કમિશનર ડો.હેમંત કોશિયાએ જણાવ્યુ હતું કે, પબ્લિક પ્રાયવેટ ભાગીદારી (પીપી) દ્વારા આ સકારાત્મક ફેરફારોને આગળ ધપાવતા અમે આનંદ અનુભવીએ છીએ. આ પ્રકારની યોગ્યતા અને ગતિ સાથે આગળ ધપાવવા બદલ હું એફડીસીએની ટીમને અભિનંદ આપુ છું.

એફડીસીએ ગુજરાતના ડેપ્યુટી કમિશનર દીપીકા ચૌહાણ અને પશ્ચિમ રિજ્યનના એફએસએસએઆઇના ડિરેક્ટર ડો.યોગેશ કામતે મેરિકોના આ પ્રોજેક્ટ તરફેના યોગદાનને બિરદાવ્યુ હતુ. ગુજરાતમાં આ પહેલ શરૃ કરવા અંગે મેરિકો લિમીટેડના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ચિફ ટેકનોલોજી ઓફિસર ડો.સુધાકર મ્હાસ્કરે જણાવ્યું હતું કે, મેરિકો હંમેશા સમુદાય અને આરોગ્યપ્રદ જીવનને ટેકો આપવા માટે અલગ દ્રષ્ટિકોણ અપનાવવા પ્રતિબધ્ધ છે.

(9:15 pm IST)