Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

આણંદના ભાલેજ રોડ પર ટેમ્પાની હડફેટે બાઈક સવાર બેને ગંભીર ઇજા

આણંદ: શહેરના ભાલેજ રોડ ઉપર આવેલા ઈસ્માઈલનગરના મદ્રેસા પાસે આજે સવારે પુરપાટ ઝડપે જતા એક આઈશર ટેમ્પાએ ટેમ્પી અને બાઈકને ટક્કર મારતાં બેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેઓને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર આજે સવાર સામરખા ચોકડી તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલા આઈશર ટેમ્પાએ થ્રી વ્હીલ ટેમ્પી અને ત્યારબાદ એક બાઈકને અડફેટે લીધુ હતુ. 

જેમાં સિરાજભાઈ દિવાન (ભાલેજ)અને વાઘજીભાઈ ચોથાભાઈ ભરવાડ (ગામડી)ને ઈજાઓ થવા પામી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને રોડ ઉપર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત બન્ને વાહનોને સ્થળ પરથી દુર કરીને ટ્રાફિક ક્લીયર કર્યો હતો.

(5:38 pm IST)