Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

હારીજનાં જાસ્કામાં બે ભાઈઓના ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: સગા મોટા ભાઈએ નાના ભાઈનું ઢીમ ઢાળી દીધું

હારીજ: તાલુકાના જાસ્કા ગામે મોટાભાઈએ જ નાનાભાઈનુ ઢીમ ઢાળી દેતા વઢિયાર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. માથામાં લાકડીઓના ઉપરાઉપરી ઘા મારી લોહીલુહાણ કરી નાખ્યા હતો. ઘઉંના ખેતરમાં લોહીની છોળો ઉડી હતી. પોલીસે મોટાભાઈની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જાસ્કા ગામે ખેતી કરી પોતાનુ ગુજરાન ચલાવતા એક પરિવારમાં ચાર ભાઈઓમાં એક સૌથી નાનો ભાઈ રમેશ જે અપરણિત હતો અને તેના મોબાભાઈ માવજીભાઈ સાથે રહેતો કામધંધો કરે ના કરે પરંતુ મોટાભાઈ રવિ સિઝનમાં ખેતી માટે રાત્રિ દરમિયાન ઘઉંના ખેતરમાં પાણી વાળેલું હતું. મધરાત્રે નાનો ભાઈ ખેતરે આવી રોજની જેમ માથાકૂટ કરતો અને હેરાન પરેશાન હતો. પરંતુ મોટાભાઈએ આ રોજની ચકમક ઝરતા આખરે કંટાળી નાનાને માથાકૂટ કરવા રોક્યો પરંતુ શાંતિથી પાણેત ના કરવા દેતા ઉશ્કેરાઈ જઈ મોટાભાઈે માથાના ભાગે લાકડી વડે એટલા ફટકા માર્યા જ્યાં સુધી નાનો ભાઈ મોતને ઘાટ ના ઉતર્યો.

(5:34 pm IST)