Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

અરવલ્લી જિલ્લામાં જુદા-જુદા ત્રણ સ્થળોએ શિક્ષકોને એક સાથે હાજર રહેવાનો આદેશ

મોડાસા:આજે ૨૧મી ફેબુ્રઆરીનો દિવસ અરવલ્લી જિલ્લાના કેટલાય પ્રાથમિક શિક્ષકો માટે મુંઝવણ ભર્યો બની રહે તેમ એક જ દિવસમાં જુદાજુદા ત્રણ સ્થળોએ હાજર રહેવા ફરમાન કરાયું છે.એક તરફ આજે ગુરૃવારના રોજ વધઘટ બદલી કેમ્પ,બીએલઓ મીટીંગ અને તાલુકા મથકોએ ડાયેટ દ્વારા યોજાનાર શિક્ષક તાલીમના આયોજનથી કેટલાક શિક્ષકો મુંઝવણ અનુભવી રહયા છે.અને જાય તો કહા જાયે એવી દ્વિઘા ભરી સ્થિતિમાં જિલ્લાનો પ્રાથમિક શિક્ષક તંત્રના સંકલનના અભાવે મૂકાયો છે.

(5:33 pm IST)