Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ નાત-જાતની રાજનીતિમાંથી બહાર આવીને વિકાસની પરિભાષા અંકીત કરી છે : વિજયભાઇ રૂપાણી

આપકે દિલ મેં કુછ લગતા હૈ ધુઆ ધુઆ સા લગતા હૈ... : આપ કી આંખો મેં કુછ ચુભતા હૈ... શાયદ કૂર્સી કા આપકા સપના સુલગતા હૈ.... : વિધાનસભામાં રાજ્યપાલના પ્રવચન બાદ આભાર પ્રસ્તાવ રજૂ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર તા. ૨૧ : વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રજૂ કરેલ પ્રવચન બાદ આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આભાર પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએઙ્ગ નાત-જાત, ભાષા-કોમની રાજનીતિમાંથી બહાર આવી વિકાસની પરિભાષા અંકિત કરી છે.

યુપીએ સરકારના સમયમાં ગુજરાત ને માત્ર૬૩૩૪૬ કરોડ મળતા હતાઙ્ગ આજે ૧ લાખ ૫૮ હજાર કરોડ થી પણ વધુની રકમ જનહિત કાર્યો માટે નરેન્દ્રભાઈ એ આપી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી અટવાયેલા ક્રૂડ ઓઇલ રોયલ્ટીના પ્રશ્નનો અંત લાવીને ૧૦૦૩૬ કરોડ જેટલી માતબર રકમનો ગુજરાતને ફાયદો કરાવ્યો છે.

ગુજરાતને એઇમ્સની ભેટ અને મુંબઈ અમદાવાદ જોડતી બુલેટ ટ્રેન નો ૧ લાખ કરોડ પ્રોજેકટ ભાજપની નરેન્દ્ર ભાઈ સરકારે આપ્યો. ૨૦૧૪માં નેશનલ હાઇવે ની લંબાઈ૪૦૪૫ કી.મી હતી. તેમાં પાંચ જ વર્ષમાં ૯૦ ટકાનો વધારો કરી૭૬૭૨ કી.મીઙ્ગ ઙ્ગ૬૦ કી.મી નવી રેલવે લાઈન ૩૮૬ કી.મીટર રેલવે ની ડબલ લાઈન અને ૮૧૦ કી.મીટરના રેલવે લાઈન નું ગેજ પરિવર્તન જેવી ભેટ ગુજરાતને વડાપ્રધાનએ આપી છે.

સાગર માલા પ્રોજેકટ માં ગુજરાત ને ૭૫૮૫૦ કરોડની યોજના અને અમદાવાદ ને મેટ્રો રેલ માટે ૧૦૭૭૩ કરોડ સહાય તેમજ ગુજરાત ના ગૌરવ સમા સિંહો ના સંવર્ધન માટે ૯૭ કરોડ ની રકમ માં ૬૦ ટકા ૫૮ કરોડ નરેન્દ્રભાઈએ ફાળવ્યા છે તેમ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, બે દાયકા પહેલા ગુજરાત ની માથાદીઠ આવક૧૩૩૬૫ હતી આજે ૧ લાખ ૭૪ હજાર ૬૫૨ એટલે કે ૧૩ ગણો વધારો થયો છે. અર્થતંત્ર માં પ્રાયમરી સેકટર નું યોગદાન ૧૯૯૫ ૯૬ માં ૧૬૫૧૩ કરોડ હતું તે બે દાયકા ના અમારા સાશન માં ૨ લાખ ૩૭ હજાર ૭૭૧ કરોડ એટલે કે ૧૪ ગણો વધારો થયો છે. સેકન્ડરી સેકટરની ભાગીદારી ૨૮૩૮૮ કરોડ થી વધીને ૧૮ ગણી વધુ ૫ લાખ ૧૨ હજાર ૪૪૯ થઈ છે. ટર્શરી સેકટર નો હિસ્સો ૨૬ ૯૯૫ કરોડ થી ૧૫ ગણો વધી ને ૪ લાખ ૧૬ હજાર ૯૩૨ થયો છે.ઙ્ગ અમારી રાજનીતિ વિકાસ ની છે એટલે જ ગુજરાત આજે નંબર વન છે.

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ૯૫૯૬માં બજેટનું કદ ૧૦૮૭૩ કરોડ હતું. આજે ૨ લાખ કરોડનું છે.રિસોર્સીસ વધ્યા છે તો સાથે વિકાસ યોજના પણ વધી છે. ગુજરાત ફાસ્ટ ડેવલપિંગ સ્ટેટ છે. જીએસડીપી ૯ ટકાથી આજે ૧૧ ટકા થયો છે. એમ્પલોયમેન્ટ જનરેશન માં ૧૧.૫ ટકા સાથે ગુજરાત અગ્રેસર છે. અમે સત્તાને સેવાનું માધ્યમ માનીએ છીએ.

 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કાવ્ય પંકિત રજૂ કરતા જણાવ્યું હતું કે...

આપકે દિલ મેં કુછ લગતા હૈ ધુઆ ધુઆ સા લગતા હૈ..

આપકી આંખોમે કુછ ચુભતા હૈ.. શાયદ કૂર્સી કા આપકા સપના સુલગતા હૈ..

વિપક્ષ ને સત્તામાં આવવા ના સપના છે પણ સાડા છ કરોડ ગુજરાતીઓઙ્ગ એ સાકાર કરવા દેતા નથી કેમકે વિકાસ સુશાશન કેવું હોય એ અમેં બતાવ્યું છે.

ગુજરાત ૧૨ લાખ કરોડથી વધુ રકમ ના ઇન્ડર્સટ્રીયલ આઉટપુટ સાથે ઔદ્યોગિક વિકાસમાંઙ્ગ નંબર -૧ છે.  ૩૯.૩૬ લાખ મેટ્રીક ટન સાથે ગુજરાત મગફળી ઉત્પાદન માં નમ્બર ૧ છે. ૧૩૫.૬૯ લાખ મેટ્રીક ટન દૂધ ઉત્પાદન સાથે અને૧૦૧.૮૭ લાખ ગાંસડી કપાસ ઉત્પાદન સાથે ગુજરાત નમ્બર ૧ છે. ૧૮૦૦ કી.મીટર લંબાઈ ની ગેસ ગ્રીડ નિર્માણ કરવામાં ગુજરાત નમ્બર ૧ છે. ૩૮ એવા ઇન્ડીકેટર છે જેમાં ગુજરાત ટોપ ૩ માં અને ૬૩ ઇન્ડીકેટર માં ટોપ ૫ માં છે. બે દાયકા પહેલા ગુજરાત ની માથાદીઠ આવક૧૩૩૬૫ હતી આજે ૧ લાખ ૭૪ હજાર ૬૫૨ એટલે કે ૧૩ ગણો વધારો થયો છે.

અમે ખાલી ખેડૂતો ની માત્ર વિપક્ષ જેમ વાતો કરનારા નથી.. આ સરકાર ખેડૂતો ની સરકાર છે.1995 96 માં  કોંગ્રેસ ના સમય માં  કૃષિ ઉત્પાદન  માત્ર13941 કરોડ હતું એમાં સાડા બાર ગણો વધારો થઇ ને આજે 1 લાખ 68 હજાર 433 કરોડ પર પહોંચ્યું છે. 1980 થી 2014 સુધી 34 વર્ષ દરમ્યાન માત્ર 1200 કરોડ ની રકમની ટેકા ના  ભાવે ખેત ઉત્પાદન ની ખરીદી કરવામાં આવી હતી જયારે આજે છેલ્લા 3 જ વર્ષમાં આ ખેડૂત હિત લક્ષી સરકારે8500 કરોડ ની રકમ ની મગફળી કપાસ તુવેર જુવાર બાજરી  ડાંગર જેવા પાકોની ખરીદી કરી છે.

2008 માં  એટલે કે યુપીએ સાશન માં ગુજરાત ના ખેડૂતો ને 1450 કરોડ રૂપિયા ની દેવા માફી આપવામાં આવી હતી માત્ર 15 20 ટકા ખેડૂતો ને લાભ મળ્યો હતો આજે એક જ વર્ષ માં અસરગ્રસ્ત વિસ્તાર ના 17 લાખ થી વધુ ખેડૂતો ને1750 કરોડ ની ચુકવણી કરી છે.

ગુજરાત ના 50 લાખ થી વધુ કિસાનો ને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અનવયે 3000 કરોડ થી વધુ રકમ મળવાની છે.

 

(3:42 pm IST)