Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ગુજરાતના “સિંગાપોર” સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીનું શુભાગમન...

સંતો-ભક્તોએ ગુલાબ આદિ પુષ્પ પાંદડીઓથી મનોરમ્ય સજાવટ કરી મંદિરને શણગાર્યું... શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા-સુરતનો દશાબ્દી મહોત્સવ – વિશ્વમંગલ મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી થશે...

ગરવા ગુજરાતના સિંગાપોરથી સુપ્રસિદ્ધ સુરત શહેરમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા અસંખ્યાતીત મુમુક્ષુઓ માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિરને દશ વર્ષ પૂર્ણ થતાં ત્રિદિવસીય દશાબ્દી મહોત્સવ ઉલ્લાસભેર ઊજવવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો-ભક્તો સહ પધારતાં મહંત શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ તથા સુરતના અગ્રણી ભક્તોએ પૂષ્પહાર પહેરાવી કૃતકૃત્યતા અનુભવી હતી. અને વાજતે ગાજતે, સૌને સમીપ દર્શન અર્પતા મંદિરમાં સિંહાસનમાં બિરાજતા સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દર્શન કરી નિરાજન – આરતી ઉતારી હતી. ત્રિદિવસીય “દશાબ્દી” મહોત્સવમાં  વચનામૃત ગ્રંથની પારાયણ, જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયાણો, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, વિશ્વ મંગલ નગરયાત્રા, વિવિધ ભક્તિ નૃત્યો વગેરેનું આયોજન કરવામાં આવશે. જેમાં દેશ વિદેશના હજ્જારો ભક્તો ઉપસ્થિત રહેશે. 

 

(12:10 pm IST)