Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ઉદ્યોગપતિ પુત્રને મારી નાખવાની ધમકી આપી લાખોની ખંડણી માંગનાર દિપ પટેલ સગો માસિયાઇ ભાઇ નિકળ્યો

વડોદરા તા. ૨૧ : અહીંના જાણીતા ઉદ્યોગપતિના પુત્રને મારી નાખવાની ધમકી આપી ખંડણી રૂપે લાખોની લોન માંગનાર શિક્ષિત યુવક દિપ પટેલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી યુવક ખુદ સગા માસીનો છોકરો હોવાનું બહાર આવ્યું છે. આરોપી દિપ પટેલે એન્જીનીયરિંગનો અભ્યાસ કરેલો હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીએ ઉદ્યોગપતિના ઘરના દરવાજા પર એક પત્ર છોડીને પુત્રને મારી નાખવાની ધમકી આપતા જણાવ્યું હતું કે જો પત્રમાં આપેલા નકશાના સ્થળે ૨૫ લાખ મુકવામાં નહિ આવે તો તેને મારી નાખવામાં આવશે. આ સાથે આરોપીએ લખ્યું હતું કે જો સારા દિવસો આવશે તો એક ટકા વ્યાજ સાથે ૪૦ લાખ પરત કરી દેવામાં આવશે. જેને લઈને ઉદ્યોગપતિએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જેમાં દીપ પટેલ પર શંકા જતા પોલીસે કડક પૂછપરછ હાથ ધરી હતી.જેમાં તેણે ગુનો કબુલી લીધો હતો.(૨૧.૧૦)

(11:55 am IST)